Pakistanમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડાઉન, ઈન્ટરનેટ ઠપ…શું Dawood Ibrahim સાથે છે કનેક્શન?

ADVERTISEMENT

gujarattak
social share
google news

Dawood Ibrahim: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને કરાચીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે દાઉદને ઝેર આપવામાં આવતા તેની હાલત નાજુક છે. આ દરમિયાન એવા સમાચાર છે કે સમગ્ર પાકિસ્તાનમાં ઈન્ટરનેટ ઠપ કરી દેવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પણ ડાઉન છે. યુઝર્સ પરેશાન જોવા મળી રહ્યા છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે કે રવિવારે રાત્રે પૂર્વ વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાનની વર્ચ્યુઅલ રેલી હતી. રેલીના કારણે માહોલ ખરાબ ન થાય, એટલા માટે રેલી પહેલા ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. કેટલાક લોકો તેને દાઉદ ઈબ્રાહિમ સાથે પણ જોડી રહ્યા છે.

પાકિસ્તાન યુઝર્સ મુશ્કેલીમાં

આ લોકોનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર રવિવારથી દાઉદ ઈબ્રાહિમને લઈને પણ અનેક પ્રકારની અફવાઓ ચાલી રહી હતી. આ મામલો સંવેદનશીલ હોવાને કારણે ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. જોકે, આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હાલમાં સમગ્ર પાકિસ્તાનમાં યુઝર્સને સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાનની રવિવારે રાતે 9 વાગ્યે વર્ચ્યુઅલ રેલી શરૂ થવાની હતી, પરંતુ ઈન્ટરનેટ સ્લોડાઉન થવાને કારણે રેલીને સ્ટ્રીમ કરવામાં ઘણી મુશ્કેલી પડી હતી.

યુઝર્સે 8 વાગ્યા બાદ કરી ફરિયાદ

પાકિસ્તાની અખબાર ડૉન અનુસાર, યુઝર્સે રાતે 8 વાગ્યા બાદ લાહોર, કરાચી અને ઈસ્લામાબાદમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઍક્સેસ કરવામાં મુશ્કેલી પડી રહી હોવાનું જણાવ્યું. યુઝર્સે ઈન્ટરનેટ સર્વિસ સ્લો થવા અંગે પણ ફરિયાદ કરી.

ADVERTISEMENT

ટેલિકોમ વિભાગે મૌન જાળવી રાખ્યું

ખૈબર પખ્તુનખ્વાના પૂર્વ નાણામંત્રી અને પીટીઆઈ નેતા તૈમુર ઝાગરાએ પણ ઓનલાઈન રેલી વચ્ચે ઈન્ટરનેટ મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા હતા. પીટીઆઈએ તેને ‘અપેક્ષિત પગલું’ ગણાવ્યું હતું. તો પાકિસ્તાન ટેલિકોમ્યુનિકેશન ઓથોરિટી (PTA)એ આ મામલે કોઈ જવાબ આપ્યો નથી. વકીલ અને માનવાધિકાર કાર્યકર્તા જિબ્રાન નાસિરે કહ્યું કે, PTIની વર્ચ્યુઅલ રેલીના વિરોધ કરવા માટે લાખો યુઝર્સ અને સેંકડો હજારો વ્યવસાયોને અસર થઈ હતી. આ ઈન્ટરનેટ સાથે ગડબડ થઈ ગઈ છે.

9 મેના રોજ પણ બંધ કરાયું હતું ઈન્ટરનેટ

તમને જણાવી દઈએ કે, 9 મેના રોજ PTAએ કહ્યું હતું કે તેણે ગૃહ મંત્રાલયના નિર્દેશ પર દેશભરમાં મોબાઈલ બ્રોડબેન્ડને સસ્પેન્ડ કરી દીધા છે. નેટબ્લોક્સે કહ્યું હતું કે અલ-કાદિર ટ્રસ્ટ કેસમાં તે દિવસે પીટીઆઈના વડા ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી ધરપકડ બાદ સમગ્ર પાકિસ્તાનમાં ટ્વિટર, ફેસબુક અને યુટ્યુબની ઍક્સેસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT