સિક્કિમમાં તળાવ ફાટ્યા બાદ સ્થિતિ સ્ફોટક: પુરના કારણે 11 લોકોનાં મોત, સેંકડો લોકો ગુમ

ADVERTISEMENT

Sikkim Flood
Sikkim Flood
social share
google news

નવી દિલ્હી : IISC બેંગુલુરૂના વૈજ્ઞાનિક આશિમ સત્તારે બુધવારે જણાવ્યું કે, વરસાદના કારણે સંભવત: હિમસ્ખલન પણ થયું છે. જેના કારણે GLOF થયું. જેવું કે ભારે પ્રમાણમાં પાણી અને કાટમાળ નીચે તરફ ઝડપથી વહી આવ્યો હતો.

અધિકારીક રીતે 11 લોકોનાં મોત નિપજ્યાં છે

સિક્કિમમાં લ્હોનક તળાવ પર વાદળ ફાટવાથી તીસ્તા નદીમાં અચાનક પુર આવવાને કારણે 11 લોકોના મોત નિપજ્યા છે. 23 પોલીસ કર્મચારીઓ સહિત 123 લોકો ગુમ થઇ ગયા. અધિકારીઓએ જણાવ્યું કે, ત્રણ લોકો ઉત્તરી બંગાળમાં વહી ગયા. તેમણે કહ્યું કે, ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાના કારણે સ્થિતિ વધારે વણસી ચુકી છે. પુરમાં મંગળવારે મોડી રાત્રે અચાનક ડોઢ વાગ્યે પુર આવ્યું હતું. ગંગટોના ઉપજિલ્લા મેજીસ્ટ્રેટ (SDM) મહેન્દ્ર છેત્રીએ જણાવ્યું કે, ગોલિટાર અને સિંગતામ ક્ષેત્રમાંથી 5 શબ મળી આવ્યા છે. અચાનક આવેલા પુરના કારણે તુનથાંગમાં તીસ્તા-3 ડેમ વહી ગયા. આ ઉપરાંત 6 જેટલા પુલ પણ વહી ગયા અને નેશનલ હાઇવે 10 અનેક સ્થળો ક્ષતિગ્રસ્ત થઇ ચુક્યા છે.

સિક્કિમના અનેક જિલ્લાઓ સંપર્ક વિહોણા

સિક્કિમ સરકારના અધિકારી પ્રભાકરે જણાવ્યું કે, ઉત્તરી સિક્કિમ વિસ્તાર રાજ્યના બીજા હિસ્સાઓ સાથે સંપર્ક વિહોણું બન્યું છે. સિક્કિમ પણ બાકી ભારતથી કપાઇ ચુક્યું છે. કારણ કે પુરે NH-10 ને ખરાબ રીતે પ્રભાવિત કર્યા છે. અધિકારીએ જણાવ્યું કે, પુરનું પાણી આશરે 1 વાગ્યે ચુંગથાંગ સુધી પહોંચી ગયું હતું. ત્યાર બાદ બપોરે 2.30 વાગ્યા સુધી નિચલા જિલ્લાના વિસ્તારમાં પાણી ભરાઇ ગયું. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરી સિક્કિમમાં મંગળવારે સવારથી બુધવારે સવાર વચ્ચે આશરે 39 મિ.મી વરસાદ પડ્યો છે.

ADVERTISEMENT

વરસાદના કારણે હિમસ્ખલન થવાના સંકેત

બેંગ્લુરૂના વૈજ્ઞાનિકો આશિમ સત્તારે જણાવ્યું કે, વરસાદના કારણે સંભવત: હિમસ્ખલન પણ થયું છે. જેના કારણે GLOF થયું. જેવું ભારે પ્રમાણમાં પાણી અને કાટમાળ નીચે તરફથી ઝડપી આવ્યા અને તેઓ ચુનથાંગમાં હાઇઢ્રો બંધથી ટકરાઇ ગયું. તેના કારણે બાંધ વહી ગયો અને સંપુર્ણ ભાર જબરજસ્ત શક્તિ સાથે નીચે તરફ વહી ગયું હતું. વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે, ગત્ત થોડા વર્ષોથી લોનાક ગ્લેશિયર પીછે હટી રહ્યું છે અને તળાવનો આકાર વધી રહ્યો છે. તેના કારણે તે જીએલઓએફના પ્રતિસંવેદનશીલ થઇ જાય છે.

સ્ટીલથી બનેલો આખો પુલ જ વહી ગયો

પુર એટલું ભયાનક હતું કે, સિંગતામમાં સ્ટીલથી બનેલો આખો પુલ જ વહી ગયો હતો. તીસ્તા નદી બેકાંઠે વહી રહી છે. સેનાના 23 જવાનો ગુમ થયાની માહિતી છે. સંચાર વ્યવસ્થા સંપુર્ણ ઠપ્પ હોવાના કારણે હાલ ગુમ લોકો અને કર્મચારીઓ અંગે ઓળખ નથી થઇ. તમામ પુર પ્રભાવિત જિલ્લાઓમાં 8 ઓક્ટોબર સુધી શાળાઓ બંધ રાખવા માટેના આદેશ અપાયા છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT