સિદ્ધુ મુસેવાલાનો હત્યારો માસ્ટર માઇન્ડ, લોરેન્સનો ભત્રિજો અજરબૈજાનથી ઝડપાયો
નવી દિલ્હી : પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડનો માસ્ટરમાઇન્ટ અને લોરેન્સ બિશ્નોઇનો ભત્રીજો ગૈંગસ્ટર સચિન બિશ્નોઇ અજરબૈજાનથી ઝડપાયો છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ ઝડપથી અજરબૈજાનથી સચિન…
ADVERTISEMENT
નવી દિલ્હી : પંજાબી સિંગર સિદ્ધુ મૂસેવાલા હત્યાકાંડનો માસ્ટરમાઇન્ટ અને લોરેન્સ બિશ્નોઇનો ભત્રીજો ગૈંગસ્ટર સચિન બિશ્નોઇ અજરબૈજાનથી ઝડપાયો છે. ભારતીય સુરક્ષા એજન્સીઓ ઝડપથી અજરબૈજાનથી સચિન બિશનોઇનું પ્રત્યાર્પણ કરશે. તેની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. મળતી માહિતી અનુસાર સચિને ભારતમાં રહીને જ મુસેવાલાની હત્યાનું પ્લાનિંગ કર્યું અને પછી દિલ્હીથી નકલી પાસપોર્ટ દ્વારા અજરબૈજાન ભાગી ગયો હતો. હવે સુરક્ષા એજન્સી તેને પરત દિલ્હી લાવવાનો પ્રયાસ કરી રહી છે.
બીજી તરફ એનઆઇએ દ્વારા લોરેન્સ બિશ્નોઇના જ પ્રમુખ સહયોગી વિક્રમજીતસિંહ ઉર્ફે વિક્રમ બરાડને સંયુક્ત અરબ અમીરાતથી ભારત નિર્વાસન બાદ ધરપકડ કરવામાં આવ્યું છે. એજન્સીએ એક નિવેદનમાં કહ્યું કે, એનઆઇએની એક ટીમ આ નિર્વાસનની સુવિધા માટે અને તેને ભારત પર લાવવા માટે સંયુક્ત આરબ અમીરાત (UAE) ગઇ હતી. બરાડ સિદ્ધુ મુસેવાલાની હત્યા ઉપરાંત નિર્દોષ લોકો અને વેપારીઓના ટાર્ગેટ કિલિંગમાં સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત્ત 29 મે 2022 ના રોજ પ્રખ્યાત પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની જાહેરમાં હત્યા કરી દેવામાં આવી હતી. તેની ગાડીને ઘેરીને શુટર્સે અંધાધુંધ ઘોળીબાર કર્યો હતો. તેની ગાડીને ઘેરીને શુટર્સે ગોળીબાર કર્યો હતો. શૂટર લોરેન્સ બિશ્નોઇ અને ગોલ્ડી બરાડ ગેંગ હતી. હત્યાકાંડ કેટલો ભયાનક હતો તે વાતનો અંદાજ તે વાત પરથી જ લગાવી શકાય છે કે, પોસ્ટમોર્ટમ દરમિયાન સિદ્ધુના શરીરમાંથી 24 ગોળીઓના નિશાન મળ્યા હતા. હત્યયારાઓ કોઇ પણ કિંમતે મુસેવાલા બચે નહી તે જોવા માંગતા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT