Sidhu Moose Wala ના પરિવારની વધી મુશ્કેલીઓ, માતા ચરણકૌરને સ્વાસ્થ્ય મંત્રાલયે મોકલી નોટિસ
Sidhu Moose Wala Mother Caharn Kaur: પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala)ની માતા ચરણ કૌરે 17 માર્ચે IVF ટેકનિક દ્વારા પુત્રને જન્મ આપ્યો હતો.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
સિદ્ધુ મુસેવાલાની માતાને સ્વાસ્થ્ય મંત્રાલયની નીટિસ
IVF ટ્રીટમેન્ટને લઈને પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો
58 વર્ષની ઉંમરે IVF ટેકનિક દ્વારા બાળકને આપ્યો છે જન્મ
Sidhu Moose Wala Mother Caharn Kaur: પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલા (Sidhu Moose Wala)ની માતા ચરણ કૌરે 17 માર્ચે IVF ટેકનિક દ્વારા પુત્રને જન્મ આપ્યો હતો. હવે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે IVF ટ્રીટમેન્ટને લઈને ચરણ કૌર અને પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો છે. આ સાથે જ રિપોર્ટ વિભાગને સોંપવાની વાત કહી છે. નોટિસમાં લખ્યું છે કે, 'આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (રેગ્યુલેશન) એક્ટ 2021ની કલમ 21(g) (i) હેઠળ, ART સેવાઓ દ્વારા માતા બનતી મહિલાઓની નિર્ધારિત ઉંમર 21-50 વર્ષની વચ્ચે નક્કી કરવામાં આવી છે.'
શું છે સમગ્ર મામલો?
દિવંગત સિંગર સિદ્ધુ મુસેવાલાની માતા ચરણ કૌરે 58 વર્ષની ઉંમરે IVF ટેકનિક દ્વારા બાળકને જન્મ આપ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ મામલે સવાલો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પંજાબ સરકારને એક પત્ર લખીને રિપોર્ટ માંગ્યો છે. આ ઉપરાંત સિંગરની માતા ચરણ કૌરની ઉંમર પર પણ સવાલો પૂછવામાં આવ્યા છે. મંત્રાલય દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે આ રિપોર્ટ વિભાગને જલદીથી સુપરત કરવામાં આવે.
The Ministry of Health & Family Welfare has sought a report from the Government of Punjab regarding the IVF treatment of Sidhu Moosewala’s mother, Charan Kaur, asking the state government to submit a report to the department. pic.twitter.com/CS1GijPVRT
— Press Trust of India (@PTI_News) March 20, 2024
આ પણ વાંચોઃ Sidhu Moosewala ના ઘરે ગુંજી કિલકારી, માં ચરણકૌરે આપ્યો દીકરાને જન્મ; જુઓ PHOTO
શું લખ્યું છે પત્રમાં?
સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના પત્રમાં લખેલું છે કે, 'પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની માતા ચરણ કૌરે 58 વર્ષની ઉંમરે IVF ટેકનિકની મદદથી બાળકને જન્મ આપ્યો છે, જ્યારે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (રેગ્યુલેશન) એક્ટ 2021ની કલમ 21(G) (i) હેઠળ આ પ્રોસેસની મદદ લેનાર મહિલાઓની ઉંમર 21થી 50 વર્ષની વચ્ચે નિર્ધારિત કરવામાં આવી છે.'
ADVERTISEMENT
આ પણ વાંચોઃ ‘Sidhu Moose Wala’ ની સાથે માતાની પહેલી તસવીર, દીકરાને ખોળામાં લઈને પિતા થયા ભાવુક
પંજાબ સરકાર પર લગાવ્યા હતા આરોપ
ઉલ્લેખનીય છે કે, આ પહેલા સિદ્ધુ મુસેવાલાના પિતા બલકૌર સિંહે એક વીડિયો જાહેર કરીને પંજાબ સરકાર પર અનેક આરોપો લગાવ્યા હતા. તેઓએ કહ્યું હતું કે, તેમના બાળકના જન્મ બાદથી જ સરકાર દ્વારા તેમને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમને બાળકને લઈને પુરાવા આપવા માટે કહેવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે મહેરબાની કરીને મને બાળકની સારવાર પૂર્ણ કરવાની મંજૂરી આપો. હું અહીં પંજાબમાં રહું છું. જ્યારે પણ તમને મારી જરૂર પડશે ત્યારે હું પલબ્ધ રહીશ.
ADVERTISEMENT