શું તમે AAPનાં સંપર્કમાં છો.. શંકરસિંહ વાઘેલાએ આપ્યો હટકે જવાબ
GUJARAT TAK બેઠકમાં ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ gujarattak.inના લોન્ચિગ કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલાએ રાજનીતિ કરિયરમાં કમબેક અંગે મોટો ઘટસ્ફોટ કર્યો છે. આ દરમિયાન તમે…
ADVERTISEMENT
GUJARAT TAK બેઠકમાં ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ gujarattak.inના લોન્ચિગ કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલાએ રાજનીતિ કરિયરમાં કમબેક અંગે મોટો ઘટસ્ફોટ કર્યો છે. આ દરમિયાન તમે આમ આદમી પાર્ટીના સંપર્કમાં છો એ અંગે તમે શું કહેશો. આ સવાલ જેવો ગુજરાત તક બેઠક દરમિયાન એડિટર ગોપીબેને પૂછ્યો ત્યારે શંકરસિંહ વાઘેલાએ એકદમ હટકે રમૂજી અંદાજમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હું તો ગોપીના પણ સંપર્કમાં છું, અહીં જાહેર જીવનમાં બોલિવૂડ, પત્રકારો કે પછી નેતાઓ સાથેની મિત્રતા હોવી સામાન્ય વાત છે.
રાજકારણ હોય કે બોલિવૂડ બધે મારા સારા સંબંધો છે- શંકરસિંહ
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વધુમાં કહ્યું કે હું બધાના સંપર્કમાં છું, ભલે એ રાજકારણ હોય કે પછી બોલિવૂડ અહીં દરેક દિગ્ગજો સાથે મારા સારા સંબંધ છે. હવે આ દરમિયાન ભાજપ, કોંગ્રેસ કે આપ કોઈપણ હોય દરેક પાર્ટીના મોટાભાગના નેતાઓ સાથે મારી મિત્રતા, સંબંધો સારા જ છે. અમારુ કામ માત્ર પ્રજાની સેવા કરવાનું છે.
મેં ક્યારેય કઈ લીધું નથી, પ્રજાને સેવા જ આપતો આવ્યો છું- શંકરસિંહ
બાપુએ વધુમાં જણાવ્યું કે મેં અત્યારસુધીની મારી કારકિર્દીમાં કોઈની પાસેથી કઈ લીધું નથી માત્ર જનતાને સેવા જ આપતો આવ્યો છું. એટલું જ નહીં મે કોઈને છેતર્યા પણ નથી અહીં માત્ર લોકોની સેવા કરવા માટે જ હું કાર્ય કરતો આવ્યો છું. અહીં કોઈપણ નેતા હોય એને જે પાર્ટીથી જનતાની સેવા કરવાની તક મળે એ પાર્ટી સાથે જોડાઈ આગળ કામ કરી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT