શૂટિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો શાહરૂખ ખાન, નાક પર થઈ ઇજા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: પ્રશંસકો અને બોલિવૂડના કિંગ ખાનના જીવન સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. માહિતી અનુસાર, શાહરૂખ ખાનનો યુએસના લોસ એન્જલસમાં અકસ્માત થયો હતો, ત્યારબાદ અભિનેતાને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

શાહરૂખ ખાન અમેરિકાના લોસ એન્જલસમાં તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો. પછી સેટ પર તેનો એક નાનકડો અકસ્માત થયો અને અભિનેતાને તેના નાક પર ઈજા થઈ. જો કે, ગભરાવાનું કંઈ નથી. અભિનેતા શાહરૂખ ખાનને વધુ ઇજા નાથી થઈ તે  સ્વસ્થ છે.

સૂત્રોએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું છે કે શાહરૂખ લોસ એન્જલસમાં તેના પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે તેને નાકમાં ઈજા થઈ હતી, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે ઈજા વધુ નથી. પરંતુ અભિનેતાના અકસ્માત અંગે શાહરૂખ કે તેની ટીમ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.

ADVERTISEMENT

શાહરુખે મન્નત પરત ફર્યો
રિપોર્ટ અનુસાર ઈજાના કારણે શાહરૂખના નાકમાંથી લોહી નીકળવા લાગ્યું. પરંતુ સારી વાત એ છે કે ઈજા વધારે  નહોતી. અભિનેતા હવે તેના ઘરે મન્નત પાછો ફર્યો છે . એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શાહરૂખને તપાસ્યા બાદ ડૉક્ટરોએ તેની ટીમને કહ્યું હતું કે ગભરાવાની કોઈ વાત નથી. શાહરૂખ ખાન નાક પર પટ્ટી બાંધેલો જોવા મળ્યો છે જો કે, શાહરૂખના અકસ્માતના સમાચાર સામે આવતાની સાથે જ અભિનેતાના તમામ ચાહકો ચિંતામાં મુકાયા છે અને તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

પઠાણ ફિલ્મથી ઈતિહાસ રચ્યો
શાહરૂખ ખાનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતાએ ફિલ્મ પઠાણથી પુનરાગમન કર્યું. આ ફિલ્મે તેની રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. પઠાણમાં શાહરૂખ સાથે દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મે કમાણીના મામલે ઈતિહાસ રચ્યો હતો. શાહરૂખ ખાન ટૂંક સમયમાં જ જવાન ફિલ્મમાં જોવા મળશે. કિંગ ખાનની આ ફિલ્મ પણ એક્શન, ઈમોશન અને થ્રિલથી ભરપૂર હશે. આ ફિલ્મ આ વર્ષે 7 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT