BIHAR માં કેન્દ્રીય મંત્રીના કાફલાનો ગંભીર અકસ્માત, કેન્દ્રીય મંત્રીનો આબાદ બચાવ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ashwini Kumar Choubey Accident : કેન્દ્રીય મંત્રી અશ્વિની ચોબે રવિવારે એક માર્ગ દુર્ઘટનામાં બચી ગયા હતા. બિહારના બક્સરથી પટના પરત ફરતા સમયે કેન્દ્રીય મંત્રીના કાફલામાં રહેલી પોલીસની એક ગાડી પલટી ગઇ હતી. તેની બરોબર પાચળ અશ્વિની ચોબેની ગાડી હતી. જો કે ડ્રાઇવરની સુઝબુઝના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ઘાયલ પોલીસ કર્મચારીઓને કેન્દ્રીય મંત્રી અશ્વિની ચોબે હોસ્પિટલ લઇને ગયા હતા. આ દુર્ઘટનામાં ચાર પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા.

કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચોબેએ પોતે ટ્વીટ કરીને આ દુર્ઘટના અંગે માહિતી આપી હતી. તેમણે દુર્ઘટનાનો વીડિયો ટ્વીટ કરીને લખ્યું કે, બક્સરથી પટના જતા ડુમરાવના મઠીલા-નારાયણપુરા રોડ પર દુર્ઘટના બની હતી. કોરોનાસરાય પોલીસ સ્ટેશનની ગાડી દુર્ઘટનાગ્રસ્ત થઇ અને તેમાં 4 પોલીસ કર્મચારીઓ ઘાયલ થઇ ગયા હતા.

પ્રભુ શ્રીરામની કૃપાથી તમામ લોકો કુશળ છે. ઘાયલ પોલીસ કર્મચારીઓ અને ચાલકોને ડુમરાવ હોસ્પિટલ જઇ રહ્યા છીએ. હાલમાં જ બિહારના બક્સરમાં ગુસ્સે ભરાયેલા પ્રદર્શનકર્તાઓએ મંત્રી ચૌબેના કાફલાને અટકાવ્યો હતો. ગત્ત ગુરૂવારે કેન્દ્રીય મંત્રી ચૌબે- વિરોધ પ્રભાવિત બક્સર પહોંચ્યા હતા. જ્યાં તેમને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. લોકો તેમની ગાડી પાસે જમા થઇને તેમની વિરુદ્ધ નારેબાજી કરવા લાગ્યા હતા.

ADVERTISEMENT

જો કે ખેડૂતો પર લાઠીચાર્જ મુદ્દે મંત્રીએ નીતિન સરકાર પર નિશાન સાધ્યું હતું. મુખ્યમંત્રી અને ડેપ્યુટી કહી રહ્યા છે કે, તેમને બક્સરમાં ખેડૂતો પર લાઠીચાર્જની ઘટના અંગે માહિતી નથી. તો પછી સરકાર કોણ ચલાવી રહ્યું છે. એક ભુત કે પછી પ્રેસ. અમે ચુપ નહી બેસીએ જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહી મળે અને આમાં રહેલા પોલીસ કર્મચારીઓ બર્ખાસ્ત નહી થાય ત્યાં સુધી અમે લડત આપીશું.

    follow whatsapp

    ADVERTISEMENT