SDM જ્યોતિ મોર્ય કેસ: શું સાચે જ 135 પતિઓએ પોતાની પત્નીઓને પરત બોલાવી લીધી

ADVERTISEMENT

gujarattak
social share
google news

લખનઉ: યુપીના બરેલીમાં તૈનાત SDM જ્યોતિ મૌર્ય તેના પતિ આલોક મૌર્ય પર છેતરપિંડીનો આરોપ લગાવવાને કારણે ચર્ચામાં છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે પત્નીની બેવફાઈનો આ અનોખો કિસ્સો સામે આવ્યા બાદ પતિઓમાં પણ ખળભળાટ મચી ગયો છે. ટ્વીટર પર યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, પ્રયાગરાજમાં પરીક્ષાની તૈયારી કરી રહેલી લગભગ 135 પરિણીત મહિલાઓને તેમનો અભ્યાસ બંધ કરીને તેમના સાસરિયાના ઘરે પરત બોલાવવામાં આવી છે.

યુપીના એસડીએમ જ્યોતિ મૌર્યના સમાચાર વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ અને કોમેન્ટ્સનું પૂર આવ્યું છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હવે કોચિંગમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલી પત્નીઓને તેમના પતિ ઘરે પાછા બોલાવી રહ્યા છે. કેટલાક ટ્વિટર યુઝર્સે દાવો કર્યો છે કે પ્રયાગરાજ (અલાહાબાદ), કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના હબમાંથી લગભગ 135 પરિણીત છોકરીઓને તેમના અભ્યાસમાંથી પાછી બોલાવી લેવામાં આવી છે. આ દાવાઓની ગ્રાઉન્ડ રિયાલિટી જાણવા માટે INDIA TODAY ના પ્રયાગરાજની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં જઈને વાસ્તવિકતા જાણવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ત્યાંથી વાત કંઇક અલગ જ બહાર આવી હતી.

આલોકે પોતાની પત્ની જ્યોતિ પર સંબંધમાં છેતરપિંડી જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. પતિનો આરોપ છે કે લગ્ન પછી તેણે જ્યોતિના ભણતર પાછળ ઘણા પૈસા ખર્ચ્યા અને જ્યારે તેણી ઉત્તર પ્રદેશ પબ્લિક સર્વિસ કમિશન (UPPSC)ની પરીક્ષામાં સિલેક્ટ થઈ અને ઓફિસર બની ત્યારે તેની સાથે છેતરપિંડી કરી. આરોપ છે કે, જ્યોતિએ UP PCS ઓફિસર મનીષ દુબે સાથે સંબંધ બનાવ્યા છે. બીજી તરફ આલોકની પત્ની જ્યોતિ મૌર્યએ આ તમામ આરોપોને નકારી કાઢ્યા છે. PCS ઓફિસર જ્યોતિએ કહ્યું, “તમામ આરોપોની મારા ઉપરના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.”

ADVERTISEMENT

135 મહિલાઓને તેમના પતિ દ્વારા પરત બોલાવી લેવામાં આવી હતી. આવો દાવો સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે. યુપી સરકારના અધિકારી જ્યોતિ મૌર્ય પર વિવિધ ટિપ્પણીઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ દિવસોમાં સોશિયલ સાઇટ્સ પર લખવામાં આવી રહ્યું છે કે પ્રયાગરાજમાં 135 લોકોએ તેમની પત્નીઓને પરત બોલાવી છે જે યુપીપીસીએસની તૈયારી કરી રહી હતી. આટલું જ નહીં, કેટલીક મહિલા યુઝર્સે દાવો કર્યો છે કે, જ્યોતિ મૌર્યની ઘટનાથી ચોંકી ગયેલા તેના પતિએ પણ તેની પીસીએસની તૈયારી અધવચ્ચે જ છોડી દીધી છે.

INDIA TODAY જ્યારે આ વાયરલ પોસ્ટની તપાસ કરવા પ્રયાગરાજના એક કોચિંગ સેન્ટરમાં પહોંચ્યો ત્યારે ત્યાંની વિદ્યાર્થિનીઓ અને શિક્ષકોએ આ વાતને સંપૂર્ણપણે નકારી કાઢી. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને પરિણીત મહિલાઓએ કહ્યું કે આ બધી વસ્તુઓ માત્ર સોશિયલ મીડિયા પર છે, વાસ્તવમાં આ બધી વાતો ખોટી છે. ‘પતિ-પત્ની વચ્ચેનો સંબંધ વિશ્વાસ પર ટકે છે’ પ્રયાગરાજની શ્રીમતી જયસ્વાલ UPPCS કોચિંગ કરી રહી છે. શહેરના બેંક રોડ પર આવેલી સાગર એકેડમીમાં પરિણીત યુવતીઓ અભ્યાસ માટે આવે છે.

ADVERTISEMENT

વાતચીતમાં શ્રીમતી જયસ્વાલે કહ્યું, “પતિ-પત્ની વચ્ચેનો સંબંધ વિશ્વાસ પર ટકે છે. મારા પતિ મારા પર વિશ્વાસ કરે છે. હું પોતે કોચિંગ લેવા આવું છું. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી વાતો ખોટી છે. તેમનામાં કંઈપણ સત્ય નથી. અન્ય કોચિંગમાં UPPCAC ની તૈયારી કરી રહેલા છોકરાઓ અને છોકરીઓ પણ કહે છે કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દાવા તદ્દન ખોટા છે. ભૂતકાળમાં તેની સાથે ભણેલી પરિણીત મહિલાઓમાંથી કોઈએ પણ પોતાનો અભ્યાસ છોડ્યો નથી. પહેલાની જેમ તમામ કોચિંગ આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ દ્વારા ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે.

ADVERTISEMENT

કોચિંગ માટે આવેલી યુવતીઓ અનુસાર, તેમની સાથે ઘણી પરિણીત મહિલાઓ પણ છે. જેઓ કોચિંગ પણ કરી રહી છે અને આજ સુધી આવી કોઈ વાત સામે આવી નથી. તમામ પરિણીત મહિલાઓ અભ્યાસ અને તૈયારી કરવા માટે દરરોજ કોચિંગમાં આવે છે. વર્ગોમાં જોડાય છે અને તેના ઘરે જાય છે. કોચિંગ ઓપરેટરે દાવાઓને નકારી કાઢ્યા, જ્યારે UPPCS અને UPSCની તૈયારી કરનારા કોચિંગના શિક્ષક ઓમ પ્રકાશ શુક્લા કહે છે કે ટ્વિટર અથવા ફેસબુક પર જે પણ ચાલી રહ્યું છે તે ખોટું છે.

હકીકતમાં મારા કોચિંગમાંથી કે મારી આસપાસના કોચિંગ સેન્ટરોમાંથી કોઈ પણ પરિણીત વિદ્યાર્થી ઘરે પાછો ફર્યો નથી. મારા સંપર્કમાં અન્ય કોચિંગ ઓપરેટરો છે, પરંતુ આ પ્રકારની વાત કોઈ કોચિંગમાંથી સામે આવી નથી. સોશિયલ સાઈટ પર ચાલી રહેલી વાતો પાયાવિહોણી અને ખોટી છે.

    follow whatsapp

    ADVERTISEMENT