VIDEO: ઉત્તર ભારતમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીદૂર! સ્કોર્પિયો કાર રમકડાંની જેમ પાણીમાં તણાઈ ગઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિમાચલ પ્રદેશ: હિમાચલ પ્રદેશમાં ફરી એકવાર ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ઉના જિલ્લાના હરોલીમાં ભારે વરસાદ બાદ એક સ્કોર્પિયો પાણીના જોરદાર કરંટમાં રમકડાની જેમ વહી ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સ્કોર્પિયો કાર પાણીના જોરદાર પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. આ પછી કાર માલિકે સ્થાનિક લોકોની મદદથી કારને બહાર કાઢવાના અનેક પ્રયાસો કર્યા. પરંતુ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. આ પછી, સ્કોર્પિયો કાર પાણીના જોરદાર પ્રવાહમાં વહી ગઈ હતી. જોકે, રાહતની વાત એ હતી કે કારમાં કોઈ હાજર નહોતું. તેથી જાનહાનિ થતા અટકી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT