સતીશ કૌશિકના મોત પાછળ ફાર્મહાઉસ માલિકનો હાથ! 15 કરોડ બન્યું કારણ? દિલ્હી પોલીસને મળી અરજી
નવી દિલ્હી: દિવંગત અભિનેતા-નિર્દેશક સતીશ કૌશિકના મૃત્યુ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. સતીશે જે ફાર્મહાઉસમાં પાર્ટી યોજી હતી તેનો માલિક કુબેર ગ્રુપનો વિકાસ માલુ…
ADVERTISEMENT
નવી દિલ્હી: દિવંગત અભિનેતા-નિર્દેશક સતીશ કૌશિકના મૃત્યુ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. સતીશે જે ફાર્મહાઉસમાં પાર્ટી યોજી હતી તેનો માલિક કુબેર ગ્રુપનો વિકાસ માલુ છે. વિકાસ માલુની પત્નીએ આરોપ લગાવ્યો છે કે સતીશ કૌશિકના મોતમાં તેના પતિનો હાથ છે. પત્ની સાનવી માલુએ દિલ્હી પોલીસ કમિશનરને પત્ર મોકલીને આખી વાત જણાવી છે.
સતીશ કૌશિક સાથે પૈસાને લઈને ઝઘડો
વિકાસ માલુની પત્ની સાનવી માલુએ દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને સતીશ કૌશિકના મોતમાં તેના પતિ વિકાસ માલુનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી છે. સાનવીએ લખ્યું કે એકવાર વિકાસનો સતીશ સાથે 15 કરોડની મોટી રકમની લેવડદેવડને લઈને ઝઘડો થયો હતો. પત્નીએ જણાવ્યું કે, સતીશ અને વિકાસ જૂના મિત્રો છે. વિદેશમાં સતીશ એક વખત વિકાસ પાસેથી તેમના 15 કરોડ રૂપિયા લેવા માટે આવ્યા હતા, જેના પર બંને વચ્ચે ઝઘડો થયો હતો. વિકાસે પછી આપીશ તેમ કહી વાત ટાળી દીધી હતી. પત્રમાં સાનવીએ સતીશના મૃત્યુમાં તેના પતિના કાવતરાની આશંકા વ્યક્ત કરી છે. તેણે લખ્યું છે કે, વિકાસે સતીશને ખોટી દવા આપી હશે જેથી તેને પૈસા ચૂકવવા ન પડે. તેમજ આ બાબતે તપાસની માંગણી કરી હતી.
વિકાસ પર બળાત્કારનો કેસ
સાન્વીએ બે મહિના પહેલા તેના પતિ વિકાસ માલુ વિરુદ્ધ બળાત્કારનો કેસ દાખલ કર્યો હતો. આ કિસ્સામાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે સાન્વી જાણી જોઈને આવા મેઇલ મોકલી રહી છે જેથી તે વિકાસને ફસાવી શકે. કારણ કે સતીશ કૌશિકના પરિવારજનોએ પણ આવી કોઈ શંકા વ્યક્ત કરી નથી. બીજી તરફ, પોલીસને મળેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં, કોઈ શંકાસ્પદ બાબત સામે આવી નથી. સતીશનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું કહેવાય છે.
ADVERTISEMENT
કોણ છે વિકાસ માલુ
વિકાસ માલુ અને સતીશ કૌશિકની મિત્રતા ઘણી જૂની છે. વિકાસ માલૂ એક બિઝનેસમેન છે અને તેમની કંપનીનું નામ કુબેર ગ્રુપ છે. વિકાસ સતીશ કૌશિકનો પારિવારિક મિત્ર પણ છે. તે ઘણીવાર સતીશ સાથે જોવા મળતો હતો. તેમની મિત્રતાની ઊંડાઈ એ વાત પરથી જાણી શકાય છે કે સતીશ કૌશિક હોળી પાર્ટીમાં હાજરી આપવા માટે ખાસ મુંબઈથી ગુરુગ્રામ આવ્યા હતા. ફાર્મહાઉસમાં યોજાયેલી હોળી પાર્ટીમાં ઘણા ઉદ્યોગપતિઓએ પણ ભાગ લીધો હતો. સતીશ કૌશિકનું 9 માર્ચે કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર 10 માર્ચે મુંબઈમાં કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના પ્રિય મિત્ર અનુપમ ખેર પણ હાજર રહ્યા હતા.
ADVERTISEMENT