મહારાષ્ટ્ર: સંજય રાઉતના ઘરે EDના દરોડા, 8 કલાક લાંબી તપાસ બાદ આખરે અટકાયત
મુંબઈ: સંજય રાઉતના ઘરે આજે ઈડીએ દરોડા પાડ્યા હતા. જેમાં 8 કલાકથી તેમના ઘરે તપાસ ચાલી રહી છે. જે બાદ તેમની અટકાયત કરી લેવામાં આવ્યા…
ADVERTISEMENT
મુંબઈ: સંજય રાઉતના ઘરે આજે ઈડીએ દરોડા પાડ્યા હતા. જેમાં 8 કલાકથી તેમના ઘરે તપાસ ચાલી રહી છે. જે બાદ તેમની અટકાયત કરી લેવામાં આવ્યા છે. ઈડીએ આ દરોડા પાત્રા ચાલ કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના મામલામાં પાડ્યા હતા. રવિવારે EDની ટીમ સવારે 7 વાગ્યે રાઉડના ભાંડુપ સ્થિત ઘરે પહોંચી હતી.
ઈડીની ટીમ પહોંચ્યા બાદ રાઉતના વકીલ પણ તેમના ઘરે પહોંચી ગયા હતા. બહાર ઘણા સમર્થકો પણ એકઠા થઈ ગયા હતા. ઈડીએ સંજય રાઉત પર તપાસમાં સહયોગ ન કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
જાણકારી મુજબ, જ્યારે તેમને તપાસ એજન્સીએ પોતાની સાથે EDની ઓફિસ આવવા માટે કહ્યું તો તેમણે કહ્યું કે તેઓ વર્તમાન સાંસદ છે. તેમણે 7 ઓગસ્ટ સુધીનો સમય માગ્યો હતો. પરંતુ હવે ઈડીએ તેમને કસ્ટડીમાં લઈને પોતાની સાથે લઈ જઈ શકે છે.
ADVERTISEMENT
દરોડા દરમિયાન રાઉતે બચાવમાં પોતે એક જવાબદાર સાંસદ તરીકે સંસદ સત્રમાં ભાગ લેવાનો હોવાનું કારણ આગળ કર્યું હતું અને આથી તેઓ 20 અને 27 તારીખે ઈડી સામે હાજર નહોતા થયા. તેમણે એમ પણ કહ્યું કે, તેમણે 7 ઓગસ્ટ સુધીનો સમય માગ્યો છે અને આ તે વખતે કહેવાય છે તો ઈડીના અધિકારીઓ સામે હાજર થશે.
શું હતો પાત્રો ચાલ કૌભાંડનો મામલો?
ADVERTISEMENT
- ઈડી મુજબ ગુરુ આશીષ કન્સ્ટ્રક્શનને પાત્રા ચાલના રિડેવલપમેન્ટનું કામ મળ્યું હતું. આ કામ MHADAએ તેમને સોંપ્યું હતું. જે અંતર્ગત મુંબઈના ગોરેગાંવમાં 47 એકરમાં પાત્રા ચાલમાં 672 ભાડુઆતોના ઘરોનું રિડેવલપમેન્ટ થવાનું હતું.
- ED મુજબ ગુરુ આશીષ કન્સ્ટ્રક્શનને MHADAને અંધારામાં રાખ્યું અને ફ્લેટ બનાવ્યા વિના જ આ જમીન 9 બિલ્ડરોને 901.79 કરોડ રૂપિયામાં વેચી દીધી. બાદમાં ગુરુ આશીષ કન્સ્ટ્રક્શને Meadows નામથી એક પ્રોજેક્ટ શરૂ કર્યો અને ઘર ખરીદનારા ગ્રાહકો પાસેથી ફ્લેટ માટે 138 કરોડ રૂપિયા એકઠા કર્યા.
- તપાસમાં સામે આવ્યું કે કન્સ્ટ્રક્શન કંપનીએ ગેરકાયદેસર રીતે 1034.79 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી. આ રકમ બાદમાં પોતાના સહયોગીઓને ટ્રાન્સફર કરી દીધી.
- ED મુજબ ગુરુ આશીષ કન્સ્ટ્રક્શન પ્રાઈવેટ લિમિટેડએ હાઉસિંગ ડેવલપમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (HDIL)ની સિસ્ટર કંપની છે. તપાસમાં સામે આવ્યું કે HDILએ 100 કરોડ રૂપિયા પ્રવીણ રાઉતના ખાતામાં જમા કરાવ્યા હતા.
- 2010માં પ્રવીણ રાઉતની પત્ની માધુરીએ સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતના એકાઉન્ટમાં 83 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. આ પૈસાથી વર્ષા રાઉતે દાદરમાં એક ફ્લેટ ખરીદ્યો હતો. ઈડીની તપાસ શરૂ થયા બાદ વર્ષા રાઉતના ખાતામાં 55 લાખ રૂપિયા મોકલાયા હતા.
- ઈડી મુજબ પ્રવીણ રાઉતે રાકેશ વધાવન અને સારંગ વધાવન સાથે મળીને 1 હજાર કરોડ રૂપિયાથી વધારે રકમની હેરાફેરી કરી છે.
ADVERTISEMENT