VIDEO: 90 લાખ રૂપિયાનું જમવાનું અને 20 લાખ રૂપિયાની ટીપ, બિલ સોશિયલ મીડિયા પર વાયરલ

ADVERTISEMENT

Salt Bae
Salt Bae
social share
google news
  • સોલ્ટ બે રેસ્ટોરન્ટમાં તો ગજબનો બનાવ બન્યો
  • જમવા ગયેલા કેટલાક લોકોએ ટિપમાં 20 લાખ રૂપિયાથી વધુ આપ્યા
  • જમવાનું આખું બિલ 90 લાખ રૂપિયાનું હતું
  • હાલ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે

Salt Bae shares video: હોટલ અને રેસ્ટોરન્ટમાં જમ્યા પછી ટિપ આપવાની પરંપરા વિદેશોમાં વર્ષોથી ચાલતી આવે છે. દુબઈમાં સોલ્ટ બે રેસ્ટોરન્ટમાં તો ગજબનો બનાવ બની ગયો. અહી એક ઘટના એવી બની જેમાં લોકોએ જમ્યા બાદ 20 લાખ રૂપિયાથી વધુની ટીપ આપી હતી. રેસ્ટોરન્ટે જ તેનું બિલ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

 

View this post on Instagram

 

A post shared by Nusr_et#Saltbae (@nusr_et)

20 લાખથી વધુ રૂપિયા ટીપ ચૂકવવામાં આવી

રેસ્ટોરન્ટના શેફે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બિલનો ફોટો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું છે, પૈસા આવે છે, પૈસા જાય છે… તમે જોઈ શકો છો કે આખું બિલ 90 લાખ રૂપિયાનું છે, જી હા 90 લાખ. જેમાં લોકોએ 3,75,000 રૂપિયાની ખાવાનું ઓર્ડર કરવામાં આવ્યું છે. જ્યારે ડ્રિંક્સ પર 65 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. તમે બિલમાં જોઈ શકો છો કે 20 લાખથી વધુ રૂપિયા ટીપ તરીકે ચૂકવવામાં આવી છે. આમાં ફૂડ્સની સાથે ટિપનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ADVERTISEMENT

સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે આ પોસ્ટ

આ પોસ્ટ શેર થતાની સાથે જ વાયરલ થઈ ગઈ. અત્યાર સુધીમાં હજારો લોકોએ કોમેન્ટ કરી છે. ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવતી જંગી ટીપ્સ જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એક યુઝરે લખ્યું, ટીપ્સ પર 9 લાખ રૂપિયા કેમ? ટિપિંગએ ખરાબ સંસ્કૃતિ છે. આ પોસ્ટ થોડા દિવસ પહેલા ઈન્સ્ટાગ્રામ પર શેર કરાઈ હતી.

    follow whatsapp

    ADVERTISEMENT