IPL: છગ્ગો ફટકારી નવી નક્કોર કારને ડેમેજ કરનારા ઋતુરાજ ગાયકવાડને TATA 5 લાખ આપશે, આવું છે કારણ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ચેન્નઈ: સ્ટાર યુવા ઓપનર ઋતુરાજ ગાયકવાડે ચેન્નાઈના એમ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની કમબેકને યાદગાર બનાવી દીધું. ડેવોન કોનવે સાથે મળીને વિસ્ફોટક બેટિંગથી સતત બીજી અડધી સદીએ ટીમને શાનદાર શરૂઆત અપાવી હતી.

ગુજરાત સામેની IPLની ઓપનિંગ મેચમાં વિસ્ફોટક બેટિંગ કરનારા ઋતુરાજ ગાયકવાડે લખનૌ સામેની ઇનિંગ્સ દરમિયાન 31 બોલ રમ્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 57 રન ફટકાર્યા હતા. દરમિયાન તેણે એક એવી સિક્સર ફટકારી હતી, જેનો બોલ સ્ટેડિયમમાં પાર્ક કરેલી TATAની નવી નક્કોર Tiago EV કાર પર પડ્યો હતો. પોતાના મજબૂત બોડીના માટે જાણીતી ટાટાની કાર પર બોલ પડતા જ તેમાં ઘોબો પડી ગયો હતો.

ઋતુરાજેની 88 મીટર લાંબી સિક્સ
એમ.એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ઈનિંગની 5મી ઓવરના ચોથા બોલ પર ગાયકવાડે 88 મીટરનો છગ્ગો કૃષ્ણપ્પા ગૌતમની ઓવરમાં ફટકાર્યો હતો. તેણે શોર્ટ બોલને પુરી તાકાતથી માર્યો અને તે 88 મીટર દૂર પડેલી ટાટાની કાર પર પડ્યો. એવામાં હવે ટાટા મોટર્સ ઋતુરાજ ગાયકવાડને રૂ.5 લાખ આપશે.

ADVERTISEMENT

જાણો શા માટે TATA આપશે રૂ. 5 લાખ
ટાટા મોટર્સ છે IPL ના સત્તાવાર સ્પોન્સર છે. મેચમાં, જો બેટ્સમેને શોટ માર્યા બાદ બોલ ટાટા પંચ બોર્ડ અથવા બાઉન્ડ્રીની બહાર પાર્ક કરેલી ટિયાગો ઈવી કારને અડે તો ટાટા ગ્રુપ 5 લાખ રૂપિયાનું ઈનામ આપે છે. આ પહેલાની સીઝનમાં આ પૈસા કાઝીરંગા નેશનલ પાર્ક માટે દાન કરાતી હતી. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 7 વિકેટના નુકસાન પર 217 રન બનાવ્યા હતા. જવાબમાં લખનૌની ટીમ 7 વિકેટે 205 રન જ બનાવી શકી હતી. આ ટૂર્નામેન્ટમાં આ તેની પ્રથમ જીત છે, જ્યારે લખનૌની પ્રથમ હાર.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT