Russia: પુતિને વેગનર ચીફ પ્રિગોઝિનના મૃત્યુની પૃષ્ટી કરી, દુર્ઘટના અંગે પણ દુ:ખ વ્યક્ત કર્યું

ADVERTISEMENT

Vladimir Putin, Yevgeny Prigozhin,
Vladimir Putin, Yevgeny Prigozhin,
social share
google news

નવી દિલ્હી : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે પહેલીવાર વેગનર ગ્રુપના વડા યેવજેની પ્રિગોઝિનના મૃત્યુ પર પોતાનું મૌન તોડ્યું હતું. તેણે પ્રિગોઝિનને પ્રતિભાશાળી ગણાવ્યા હતા. યુક્રેન, સીરિયા અને ઘણા આફ્રિકન દેશોમાં મોસ્કો વતી લડવા માટે ખાનગી અર્ધલશ્કરી દળની રચના કરનાર પ્રિગોઝિન 23 ઓગસ્ટના રોજ વિમાનમાં મુસાફરી કરી રહ્યો હતો. પ્લેન મોસ્કોના ઉત્તર-પશ્ચિમમાં ક્રેશ થયું હતું.

આ ક્રેશમાં વેગનર ગ્રુપના વડાનું મોત થયું હતું

આ ક્રેશમાં વેગનર ગ્રૂપના વડાનું પણ મૃત્યુ થયું હતું. તેઓ 62 વર્ષના હતા. આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે, વેગનર જૂથના વડા પ્રતિભાશાળી હતા, પરંતુ તેમણે જીવનમાં ગંભીર ભૂલો કરી હતી. પુતિનેએ પણ સ્પષ્ટતા કરી હતી કે તેમના મૃત્યુમાં સરકારનો કોઈ હાથ નથી. વિમાન દુર્ઘટના સમયે, એવી અટકળો ચાલી રહી હતી કે પ્રિગોઝિન પ્લેનમાં હતો કે કેમ? તેમના મૃત્યુની પુષ્ટિ થઈ નહોતી.

પ્લેન ક્રેશ થાય તે પહેલા ભયાનક વિસ્ફોટ થયો હતો

પેન્ટાગોનના પ્રવક્તાએ ગુરુવારે એક બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, યુ.એસ. માને છે કે વેગનર ચીફ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા હોવાની સંભાવના છે. પ્લેન ટાવર પ્રદેશમાં ક્રેશ થયું હતું. અહીં નજીકના ગ્રામવાસીઓએ જણાવ્યું કે, તેઓએ વિમાનને આકાશમાંથી પડતું જોયુ પરંતુ તે પહેલા તેઓએ જોરદાર ધડાકો સંભળાયો. રશિયન મીડિયા અહેવાલ આપે છે કે, પ્લેન બોમ્બ વિસ્ફોટ થયું હતું કે ક્રેશ થયું હતું તે નક્કી કરવા માટે તપાસ ચાલી રહી છે. યુએસ અધિકારીએ સીબીએસ ન્યૂઝને જણાવ્યું હતું કે પ્લેનમાં વિસ્ફોટ થયો હોવાનું જણાય છે. વિસ્ફોટનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ એવી શક્યતા છે કે પ્લેનમાં બોમ્બ વિસ્ફોટ થયો હોય, એમ અધિકારીએ જણાવ્યું હતું.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT