ભક્તો ક્યારથી કરી શકશે રામલલાના દર્શન, ક્યારે પૂર્ણ થશે મંદિરનું નિર્માણ… પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે શું થશે?
Ayodhya Ram Mandir Inauguration: સદીઓથી જે દિવસની રાહ જોવાઈ રહી હતી, તેનો આજે અંત આવ્યો છે. અયોધ્યા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે.…
ADVERTISEMENT
Ayodhya Ram Mandir Inauguration: સદીઓથી જે દિવસની રાહ જોવાઈ રહી હતી, તેનો આજે અંત આવ્યો છે. અયોધ્યા રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ છે. ગર્ભગૃહમાં રામલલાની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે અને દરેક ભારતીય આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા છે. રામલલાની જે મૂર્તિને મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે, તેને કર્ણાટકના મૂર્તિકાર અરુણ યોગીરાજે બનાવી છે. તેને શાલીગ્રામના પથ્થરથી બનાવવામાં આવી છે.
PM મોદીએ પાઠવ્યા અભિનંદન
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆત ‘સિયાવર રામચંદ્ર કી જય’થી કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આજે આપણા રામ આવી ગયા છે. સદીઓની પ્રતીક્ષા બાદ આપણા રામ આવી ગયા છે. સદીઓની અભૂતપૂર્વ ધૈર્ય, અસંખ્ય બલિદાન, ત્યાગ અને તપસ્યા પછી આપણા પ્રભુ શ્રીરામ આવી ગયા છે. આ શુભ અવસરની આપ સૌને અને તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન.
હવે રામ મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા તો થઈ ગઈ છે, પરંતુ હવે આગળ શું થશે? આપણે ક્યારે મંદિરના દર્શન કરી શકીશું? મંદિરનું નિર્માણકામ ક્યારે પૂર્ણ થશે? ચાલો જાણીએ આવા સવાલોના જવાબ…
ADVERTISEMENT
મંદિરમાં દર્શન ક્યારથી કરી શકાશે?
રામ મંદિરને સામાન્ય લોકો માટે 23 જાન્યુઆરીએ ખોલી દેવામાં આવશે. દરરોજ દોઢ લાખથી વધારે શ્રદ્ધાળુઓ મંદિરે દર્શન માટે આવે તેવું અનુમાન છે. તેથી રામલલાના દર્શન માટે દરેક શ્રદ્ધાળુઓને 15થી 20 સેકન્ડનો જ સમય મળશે.
કેટલા વાગ્યા સુધી ખુલ્લું રહેશે મંદિર?
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઈટ અનુસાર, મંદિર સવારે 7થી 11.30 અને પછી બપોરે 2થી 7 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે.
ADVERTISEMENT
આરતીનો સમય શું હશે?
વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, આરતી સવારે 6:30 વાગ્યે અને સાંજે 7:30 વાગ્યે થશે. સવારની આરતીમાં હાજરી આપવા માટે અગાઉથી બુકિંગ કરાવવું પડશે. સાંજની આરતી માટે તે દિવસે પણ બુકિંગ થઈ શકશે.
ADVERTISEMENT
બુકિંગ કેવી રીતે થશે?
આરતીમાં સામેલ થવા માટે પાસ આપવામાં આવશે. આ પાસ શ્રીરામ જન્મભૂમિની કેમ્પ ઓફિસમાંથી મળશે. આરતી શરૂ થવાના અડધા કલાક પહેલા પાસ મળશે. પાસ મેળવવા માટે સરકારી આઈડી પ્રૂફ સાથે રાખવાનું રહેશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વેબસાઈટ પર જઈને પણ પાસ મેળવી શકાય છે.
શું દરેકને મળશે પાસ?
આરતી પાસ સેક્શનના મેનેજર ધ્રુવેશ મિશ્રાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે પાસ ફ્રીમાં આપવામાં આવશે. હાલમાં એક સમયની આરતી માટે માત્ર 30 લોકોને જ પાસ આપવામાં આવશે. બાદમાં આ સંખ્યા વધુ વધારી શકાય છે.
મંદિર કયા સુધીમાં બની જશે?
રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે મંદિર આ વર્ષે પૂર્ણ થઈ જશે. તેમણે કહ્યું હતું કે 23 જાન્યુઆરીથી જ નિર્માણ કાર્ય પૂર્ણ ઉત્સાહ અને પ્રતિબદ્ધતા સાથે શરૂ થશે.
રામ મંદિરનું આખું પરિસર 70 એકરમાં બની રહ્યું છે. મુખ્ય મંદિર સિવાય 6 વધુ મંદિરો બનવાના છે. પરિસરમાં રામ મંદિર ઉપરાંત ગણપતિ મંદિર, મા અન્નપૂર્ણા મંદિર, માતા ભગવતી મંદિર, શિવ મંદિર અને હનુમાન મંદિર પણ બનાવવામાં આવી રહ્યું છે.
કેવું છે રામ મંદિર?
અયોધ્યામાં રામ મંદિરને પરંપરાગત નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિર 2.7 એકરમાં બનેલું છે. તે ત્રણ માળનું છે. તેની લંબાઈ 380 ફૂટ અને ઊંચાઈ 161 ફૂટ છે.
ADVERTISEMENT