Ram Mandir Inauguration: રામ મંદિરમાં કેવી હશે એન્ટ્રી,કઇ વસ્તુઓ પર પ્રતિબંધ શું છે ડ્રેસ કોડ?
Ramlala Pran Pratistha : એન્ટ્રી કરતા સમયે તમને તમારા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અંદર લઇ જવાની પરવાનગી નહી હોય. મહેમાનોને 22 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યા પહેલા જ…
ADVERTISEMENT
Ramlala Pran Pratistha : એન્ટ્રી કરતા સમયે તમને તમારા ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ અંદર લઇ જવાની પરવાનગી નહી હોય. મહેમાનોને 22 જાન્યુઆરીએ સવારે 11 વાગ્યા પહેલા જ પ્રવેશ લઇ લેવો પડશે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ ભગવાન રામલલાની પ્રાણ-પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. પ્રાણ-પ્રતિષ્ઠા બાદ લોકો પણ અહીં દર્શન કરી શકશે. રામ મંદિરમાં એન્ટ્રી અંગે કેટલાક નિયમ બનાવાયા છે, જેનો તમારે ખાસ ખ્યાલ રાખવો પડશે.
રામ મંદિરની અંદર આટલી વસ્તુઓ નહી લઇ જઇ શકાય
રામ મંદિરમાં એન્ટ્રી કરતા સમયે તમારે પોતાના ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ અંદર લઇ જવાની પરવાનગી નહી હોય. આ ગેજેટ્સમાં મોબાઇલ, ઇયરફોન, રિમોટ વાળી ચાવી અને અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પર્સ અથવા અન્ય કોઇ પણ બેગને અંદર નહી લઇ જઇ શકે. આ ઉપરાંત રામ મંદિર આવનારા મહેમાનોને 22 જાન્યુઆરી સવારે 11 વાગ્યા પહેલા એન્ટ્રી લેવી પડશે. સુરક્ષાની દ્રષ્ટીએ જો કોઇ સુરક્ષા કર્મચારી સાથે હશે તો તેણે પણ બહાર રહેવું પડશે.
આ ડ્રેસ કોડનું પાલન કરવું હિતાવહ
ડ્રેસ કોડની વાત કરીએ તો રામ મંદિર ટ્રસ્ટ દ્વારા કોઇ ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો નથી. જો કે તમે રામ મંદિરના ઉદ્ધાટનમાં ભારતીય પરંપરા અનુસારના કપડા પહેરીને જઇ શકો છો. રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પુરૂષ ધોકી, ગમછો, કુર્તો પાયઝામા અને મહિલાઓ સલવાર સુટ અથવા સાડીમાં જઇ શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT