Ram Mandir: ‘કેવી રીતે લીક થઈ તસવીરો’, રામલલાની ખુલ્લી આંખો જોઈને મુખ્ય પૂજારી થયા લાલઘુમ
Ram Mandir Ayodhya: અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રતિમાની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ થવા જઈ રહી છે. પરંતુ તે પહેલા પ્રતિમા (મૂર્તિ)ની કેટલીક તસવીરો લીક થઈ…
ADVERTISEMENT
Ram Mandir Ayodhya: અયોધ્યા રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રતિમાની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ થવા જઈ રહી છે. પરંતુ તે પહેલા પ્રતિમા (મૂર્તિ)ની કેટલીક તસવીરો લીક થઈ ગઈ. વાસ્તવમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ત્રણ દિવસ પહેલા શુક્રવારે રામલલાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. કાળા પથ્થરમાંથી બનેલી આ પ્રતિમાની આંખો પર પીળા રંગનું કપડું બાંધેલું હતું. પરંતુ જે તસવીરો લીક થઈ છે તેમાં આંખો પર પીળા રંગનું કપડું જોવા મળી રહ્યું નથી. આ તસવીરો વાયરલ થયા બાદ રામજન્મભૂમિના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ (Acharya Satyendra Das) લાલઘુમ થઈ ગયા છે. તેઓએ આ મામલે તીખી પ્રતિક્રિયા આપી છે.
આંખો પરથી કપડું હટાવી શકાય નહીં: સત્યેન્દ્ર દાસ
રામ મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું કે, પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભગવાનની આંખો પરથી કપડું હટાવી શકાય નહીં. ભગવાનની આંખો પર કપડું જોવા મળી રહ્યું નથી, તે ખોટું છે. આની તપાસ થવી જોઈએ. આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું કે, જ્યાં નવી મૂર્તિ છે, ત્યાં પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવી રહી છે….હાલમાં મૂર્તિને કપડાંથી ઢાંકી દેવામાં આવી છે… ખુલ્લી આંખોવાળી મૂર્તિને દેખાડવી યોગ્ય નથી. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ભગવાનની આંખો ન ખોલવી જોઈએ. આ તસવીર કોણે લીક કરી તેની તપાસ થવી જોઈએ.
#WATCH | Ayodhya: On the idol of Lord Ram, Shri Ram Janmabhoomi Teerth Kshetra Chief Priest Acharya Satyendra Das says, “…The eyes of Lord Ram’s idol cannot be revealed before Pran Pratishtha is completed. The idol where the eyes of Lord Ram can be seen is not the real idol. If… pic.twitter.com/I0FjRfCQRp
— ANI (@ANI) January 20, 2024
તસવીરો લીક થતાં મચી ગયો હડકંપ
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનારા પ્રાણ-પ્રતિષ્ઠા સમારોહ પહેલા રામ મંદિરના ગર્ભગૃહમાંથી રામલલાની તસવીર લીક થયા બાદ અધિકારીઓમાં હડકંપ મચી ગયો છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ રામલલાની તસવીર લીક કરવાના દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનું વિચારી રહ્યું છે. જન્મભૂમિ ટ્રસ્ટને ત્યાં હાજર કેટલાક અધિકારીઓ પર શંકા છે. તેમને શંકા છે કે રામલલાની જે તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે તે મંદિરના સ્થળે નિર્માણ કાર્યમાં લાગેલા અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે. રામલલાની તસવીરો વાયરલ કરનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT