કુલીનો યુનિફોર્મ, માથા પર બેગ મૂકીને ચાલવા લાગ્યા રાહુલ ગાંધી… રેલવે સ્ટેશન પર દેખાયો અલગ અંદાજ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Rahul Gandhi News: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સમયાંતરે સામાન્ય લોકોની વચ્ચે જાય છે અને તેમની સાથે સમય વિતાવે છે. આ શ્રેણીમાં આજે (ગુરુવારે) 21મી સપ્ટેમ્બરે રાહુલ ગાંધી દિલ્હીના આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા અને કુલીઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન રાહુલ ગાંધીએ કુલીઓની ઓળખ સાથેનો લાલ શર્ટ પહેર્યો હતો અને માથા પર સૂટકેસ લઈને ચાલતા જોવા મળ્યા હતા. તે જ સમયે, રાહુલે કુલીઓની વચ્ચે બેસીને તેમના મનની વાત સાંભળી.

ખુદ રાહુલ ગાંધીએ ઈન્સ્ટાગ્રામ પર તેનો ફોટો શેર કર્યો, તેના કેપ્શનમાં રાહુલ ગાંધીએ કહ્યું, “મારા મનમાં ઘણા સમયથી એક ઈચ્છા હતી, અને તેમણે મને ખૂબ પ્રેમથી બોલાવ્યો હતો – અને ભારતના મહેનતુ ભાઈઓની ઈચ્છા દરેક હાલતમાં પૂરી થવી જોઈએ”.

ADVERTISEMENT

આ સિવાય યુથ કોંગ્રેસે પણ ટ્વીટ કરીને કહ્યું કે, “આખી દુનિયાનો બોજ ઉઠાવનારાઓનું દિલ હળવું કરવા માટે રાહુલ ગાંધી આનંદ વિહાર રેલ્વે સ્ટેશન પહોંચ્યા.”

 

View this post on Instagram

 

A post shared by Rahul Gandhi (@rahulgandhi)

ADVERTISEMENT

તસવીરોમાં, રાહુલ ગાંધી લાલ શર્ટ પહેરેલા જોવા મળે છે જે કુલીઓની ઓળખ છે અને તેમના માથા પર સૂટકેસ છે. તે જ સમયે, રાહુલે કુલીઓની વચ્ચે બેસીને તેમના મનની વાત સાંભળી. ત્યાં હાજર લોકો રાહુલ સાથે ખૂબ જ ખુશ દેખાતા હતા. લોકોએ તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી.

ADVERTISEMENT

ત્યાં હાજર કુલીએ પણ રાહુલ ગાંધીના હાથ પર કુલીનો બેચ બાંધ્યો હતો. જેના પર 756 નંબર લખેલો હતો, એટલે કે રાહુલ આજે કુલી નંબર 756 બની ગયા.

તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી લાંબા સમયથી સામાન્ય લોકોની વચ્ચે જઈને પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. આ પહેલા રાહુલ આઝાદપુર મંડીમાં શાકભાજી વિક્રેતાઓને પણ મળ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેમણે ખેડૂતો અને નાના વેપારીઓ સાથે થોડો સમય પણ વિતાવ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT