Rahul Gandhi એ PM મોદી- Adani પર સાધ્યું નિશાન, JPC તપાસની પુન:માંગ કરી

ADVERTISEMENT

Rahul gandhi About Adani And PM Modi
Rahul gandhi About Adani And PM Modi
social share
google news

Rahul Gandhi On Adani: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરૂવારે અદાણી ગ્રુપ મામલે કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે કેટલાક વિદેશી ન્યૂઝ પેપરનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બે મોટા આંતરરાષ્ટ્રીય અખબારોએ ગંભીર સવાલો પેદા કર્યા છે. આ પેપરની અસર ભારતની છબી અને રોકાણકારો પર પડી છે. તેમણે કહ્યું કે, પીએમ મોદીનો એક નજીકનો વ્યક્તિએ (ગૌતમ અદાણી) બિલિયન ડોલરનો ઉપયોગ શેર માટે કર્યો છે. સવાલ ઉઠે છે કે, આ કોના પૈસા છે? અદાણીના કે કોઇ બીજા વ્યક્તિના? તેની તપાસ થવી જોઇએ.

PM મોદીના નામનો ઉલ્લેખ

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિશાન સાધતા કહ્યું કે, પીએમ મોદી ચુપ કેમ છે? G20 નેતાઓ આવવાના છે જે સવાલ પુછશે કે એક જ કંપની સ્પેશિયલ કેમ છે? સારુ થશે કે તેમના આવતા પહેલા આ સવાલોનો જવાબ વડાપ્રધાન આપે. આ મામલે જેપીસી તપાસ ખુબ જ જરૂરી છે.

પીએમ મોદી અને અદાણીનો શું સંબંધ છે?

તપાસ એજન્સીઓ અદાણી ગ્રુપની તપાસ અને પુછપરછ કેમ નથી કરી રહી? અમે પારદર્શિતાની વાત કરીએ છીએ. જી 20 પહેલા ભારતની પ્રતિષ્ઠા દાવ પર છે. નવી દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે જી20 શિખર સમ્મેલન થવાનું છે.

ADVERTISEMENT

શું દાવો કર્યો?

રાહુલ ગાંધીએ દાવો કર્યો કે આ મામલે માસ્ટરમાઇન્ડ ગૌતમ અદાણીનો ભાઇ છે. બે વિદેશી લોકો પણ સંડોવાયેલા છે. સવાલ છે કે, તેમને ભારતના મુળભુત ઢાંચામાં મહત્વની ભુમિકા નિભાવનારી કંપનીના શેર સાથે છેડછાડ કરવાની પરવાનગી કોણે આપી?

શું આરોપ છે?

ઓર્ગેનાઇઝડ ક્રાઇમ એન્ડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) અદાણી સમુહ પર આરોપ લગાવ્યો કે તેના પ્રવર્તક પરિવારના ભાગીદારો સાથે જોડાયેલી વિદેશી એકમ દ્વારા સમુહના શેરોમાં કરોડો ડોલરનું રોકાણ કરવામાં આવ્યું. અદાણી ગ્રુપે આ તમામ આરોપોને ફગાવી દીધા છે.

ADVERTISEMENT

અદાણી ગ્રુપે શું કહ્યું?

અદાણી સમૂહ (Adani Group) એક નિવેદનમાં ઓસીસીઆરપીના રિપોર્ટને હિંડનબર્ગ રિપોર્ટને પુનર્જીવિત કરવા માટે વિદેશી મીડિયાના એક વર્ગના સમર્થિત સોરોસ આર્થિક પોષિત હિતોનો પ્રયાસ ગણાવ્યા હતા. સમાચાર એજન્સી પીટીઆઇના અનુસાર નિવેદનમાં કહ્યું કે, એક દાવાના એક દશક પહેલા બંધ થઇ ચુકેલા મામલે આધારિત છે. જ્યારે ડીઆરઆઇએ વધારે ચાલાન, વિદેશમાં નાણાનું હસ્તાંતરણ, સંબંધિત પક્ષ લેનદેન અને એફપીઆઇ દ્વારા રોકાણના આરોપોની તપાસ કરી હતી. એક સ્વતંત્ર નિર્ણાયક પ્રાધિકરણ અને એક અપીલીય ન્યાયાધિકરણ બંન્નેએ પૃષ્ટી કરી હતી કે કોઇ વધારે મુલ્યાંકન નહોતું અને લેવદેવડના કાયદા હેઠળ હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT