રઘુરામ રાજને કહ્યું મને પણ પેંશન નથી મળતું, આ બે નાણામંત્રીને ગણાવ્યા સર્વશ્રેષ્ઠ

ADVERTISEMENT

raghuram rajan
raghuram rajan
social share
google news

નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંક (RBI) ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને (Raghuram Rajan) પોતાના ગવર્નર કાળ દરમિયાન પગાર અંગે ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે, જ્યારે તેઓ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર હતા તો તેમને 4 લાખ રૂપિયાની સેલેરી (RBI Governor Salary) મળતી હતી, જો કે આ સેલેરી તેમના માટે મોટો ફાયદો નહોતો. તેમના માટે મોટો લાભ RBI ગવર્નરને મળેલું ઘર છે. રઘુરામ રાજને પોતાની દ્રષ્ટીએ અત્યાર સુધીના બેસ્ટ નાણામંત્રી અંગે પણ જણાવ્યું.

એક પોડકાસ્ટ સાથે કરી રઘુરામ રાજનની વાત

ફિંગરિંગ આઉટ પોડકાસ્ટમાં યુ્યૂબર રાજ શામાનીની સાથે વાત કરતા RBI ના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે, આરબીઆઇ તરીકે તેમનો પગાર 4 લાખ રૂપિયા હતા. RBI ગવર્નર હોવાના કારણે મુંબઇના માલબાર હિલ પર ધીરુભાઇના ઘરથી થોડા બ્લોક દુર રહેવા માટે એક મોટુ ઘર મળ્યું.

રાજને RBI ગવર્નરના મકાન અંગે કરી મોટી વાત

રાજને ઘરે અંગે કેલ્ક્યુલેશન કરતા જણાવ્યું કે, જો તે ઘર વેચીએ અથવા તેને પટ્ટા પર આપીએ તો આશરે 450 કરોડ રૂપિયા મળશે. જો રોકાણ કરીએ તો RBI ના તમામ ટોપના અધિકારીઓનો પગાર આરામથી ચુકવી શકાય. તેમણે કહ્યું કે, ગવર્નર માટે એપાર્ટમેન્ટ જ પુરતો હતો પરંતુ આ એક શાનદાર મકાન હતું.

ADVERTISEMENT

નથી મળતું પેંશન અને ભથ્થું

રાજનને પુછવામાં આવતા કે શું 4 લાખ રૂપિયા વાર્ષિક પગાર યોગ્ય છે? રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નરે કહ્યું કે, મને લાગે છે કે આ કેબિનેટ સચિવના બરાબરનો પગાર છે. તે સરકારી અધિકારીઓના બરોબરનો પગાર છે. રાજને કહ્યું કે, આરબીઆઇ ગવર્નરને અન્ય ભત્તા નથી મળતા, જે સરકારી અધિકારીઓને મળે છે. તેમણે કહ્યું કે, તેમને પેંશન પણ નથી મળતું. જેનું કારણ તેમણે કહ્યું કે, મોટાભાગના આરબીઆઇ ગવર્નરને પેંશન નથી મળતું. તેનું કારણ તેઓ પહેલાથી જ કોઇ સિવિલ સર્વિસમાં હતો જેથી તેમને ત્યાનું પેંશન મળતું હોય છે.એક માત્ર એવો વ્યક્તિ હતો જે પહેલા સિવિલ સેવામાં નહોતો હું તેમનું નામ નહી લઉ. તે મામલે આરબીઆઇ અને સરકાર માટે તેના અનેક વર્ષોની સેવાને કારણે તેને પેંશન મળવું જોઇએ.

રાજનના અનુસાર કોણ નાણામંત્રી સર્વશ્રેષ્ઠ

પૂર્વ આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજનને પુછવામાં આવ્યું કે, તેમના હિસાબથી અત્યાર સુધીના બેસ્ટ ફાઇનાન્સ મિનિસ્ટર કોણ રહ્યા? રાજને તેના જવાબમાં કહ્યું કે, અત્યાર સુધીનું સર્વ શ્રેષ્ઠ પ્રદર્શન પૂર્વ નાણામંત્રી અને પૂર્વ પીએમ મનમોહન સિંહ અને યશવંત સિન્હા રહ્યા છે. સિન્હા એનડીએ સરકારમાં બે વખત નાણામંત્રી રહી ચુક્યા છે. રઘુરામ રાજને કહ્યું કે, નાણામંત્રી તરીકે પી.ચિદમ્બરમની કામગીરી પણ સર્વશ્રેષ્ઠ રહી.

ADVERTISEMENT

સિંહ અને સિંહા કેમ બેસ્ટ મંત્રી?

રાજને કહ્યું કે, મનમોહન સિંહે 90ના દશકની શરૂઆતમાં લિબરાઇઝેશન કર્યું હતું. આ ખુબ જ મોટુ પરિવર્તન હતું. જેના કારણે દેશના વિકાસમાં મોટી સફળતા મળી. નરસિમ્હા રાવ અને સિંહે વિકાસની ગતિને નિર્ધારિત કરી હતી. યશવંત સિન્હા અંગે કહ્યું કે, તેમને મનમોહન સિંહ જેવો રાજકીય સપોર્ટ મળી શક્યો નહોતો. તેમ છતા સિન્હાએ વ્યાજ દર ઘટાડવા, રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણને ફંડ કરવામાં, પેટ્રોલિયમ ઉદ્યોગને નિયંત્રણ મુક્ત કરવા જેવા અનેક સુધારા કર્યા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT