રાઘવ ચઢ્ઢા-પરિણીતી ચોપરા બંધાયા સગાઈના બંધનમાં, જુઓ તસવીરો
નવી દિલ્હી: ક્યારેક લંચ ડેટની તસવીર તો ક્યારેક IPL મેચ દરમિયાનની તસવીરો બાદ હવે પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા સગાઈના બંધનમાં બંધાયા છે, બોલિવૂડ અભિનેત્રી…
ADVERTISEMENT
નવી દિલ્હી: ક્યારેક લંચ ડેટની તસવીર તો ક્યારેક IPL મેચ દરમિયાનની તસવીરો બાદ હવે પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા સગાઈના બંધનમાં બંધાયા છે, બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના યુવા આઇકોન સાંસદ રાઘવ ચઢ્ઢા આજે સાંજે દિલ્હીના કપૂરથલા હાઉસમાં સગાઈના બંધનમાં બંધાયા છે.
તે શુભ સમય આવી ગયો છે જ્યારે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા સગાઈ કર્યા પછી સત્તાવાર રીતે એકબીજાના બની ગયા છે. પરિવાર અને મિત્રોની હાજરીમાં દંપતીએ વીંટીઓની આપ-લે કરી. આ ખુશીની ક્ષણમાં પરિણીતી અને રાઘવની જોડી ખૂબ જ સુંદર લાગી રહી હતી.
કેજરીવાલ અનેભગવંત માન રહ્યા હાજર
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ તેમની સગાઈ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે ફોટો ક્લિક કર્યા હતા. સીએમ કેજરીવાલની સાથે તેમની પત્ની સુનીતા કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન અને તેમની પત્ની ગુરપ્રીત કૌર પણ તસવીરમાં જોવા મળ્યા હતા.
ADVERTISEMENT
બંનેએ એકબીજાને સગાઈની વિટી પહેરાવી
એ ક્ષણ આવી ગઈ છે જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ કપૂરથલા હાઉસમાં સગાઈ કરી હતી. પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં બંનેએ એકબીજાને સગાઈની વીંટી પહેરાવી.
ADVERTISEMENT
અનેક VIP ગેસ્ટ રહ્યા હાજર
રાઘવ ચઢ્ઢા અને પરિણીતીની સગાઈમાં હાજરી આપવા માટે ઘણા VIP મહેમાનો પહોંચ્યા હતા. પંજાબના સીએમ ભગવંત માન, કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમ, આદિત્ય ઠાકરે, રાજીવ શુક્લા, અનુરાધા પ્રસાદ, પ્રિયંકા ચતુર્વેદી, કપિલ સિબ્બલ અને તેમની પત્ની પ્રોમિલા, દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ પત્ની સુનિતા કેજરીવાલ સાથે કપૂરથલા હાઉસ ખાતે દંપતીની પ્રસંગમાં હાજરી આપી હતી. બોલીવુડ સિંગર મીકા સિંહે અભિનેત્રી પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈમાં હાજરી આપી હતી. ખુશીના અવસર પર તે સફેદ શર્ટ અને બ્લેક પેન્ટમાં જોવા મળ્યો હતો.
ADVERTISEMENT
તસવીર કરી શેર
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ આખરે શનિવારે (13 મે)ના રોજ સગાઈ કરી લીધી. અભિનેત્રીએ તેના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી ક્યૂટ તસવીરો પણ શેર કરી છે. ફોટામાં બંનેની જોડી શાનદાર લાગી રહી છે.
View this post on Instagram
ADVERTISEMENT