પ્રિયંકા ગાંધી કોવિડ પોઝિટિવ, રાહુલ પણ અસ્વસ્થ; રાજસ્થાન પ્રવાસ ટાળવો પડ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

કોંગ્રેસનાં જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી કોરોના પોઝિટિવ આવ્યા છે. અત્યારે તે ઘરમાં જ આઈસોલેટ છે અને તમામ કોવિડ પ્રોટોકોલનું પાલન કરી રહ્યા હોવાની માહિતી ટ્વીટ કરી આપી હતી. વળી બીજી બાજુ રાહુલ ગાંધીની તબિયત પણ લથડી ગઈ છે અને અસ્વસ્થ હોવાના કારણે તેમણે રાજસ્થાન પ્રવાસ ટાળવાનો નિર્ણય કર્યો છે.

પ્રિયંકા ગાંધી 2 મહિનામાં બીજી વાર કોવિડ પોઝિટિવ
નોંધનીય છે કે પ્રિયંકા ગાંધી સતત 2 મહિનામાં બીજીવાર કોવિડ પોઝિટિવ મળી આવી છે. અગાઉ 3 જૂને તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, આ દરમિયાન તેમની માતા અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ સંક્રમિત હતા. ત્યારે પણ પ્રિયંકા હોમ આઈસોલેશનમાં હતા અને સંપર્કમાં આવેલા લોકોને સતર્કતા રાખવા જણાવ્યું હતું.

ADVERTISEMENT

રાહુલ ગાંધી અસ્વસ્થ…
પ્રિયંકા ગાંધી પોઝિટિવ આવ્યાની સાથે બીજી બાજુ રાહુલ ગાંધીની તબિયત પણ ખરાબ છે. જેના કારણે તેમણે રાજસ્થાનનો પ્રવાસ સ્થગિત કરી દીધો છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી અલવરમાં નેત્રત્વ સંકલ્પ શિવિરમાં સામેલ થવાની યોજના હતી.

ADVERTISEMENT

ADVERTISEMENT

પ્રિયંકા ગાંધીએ મોંઘવારી મુદ્દે જોરદાર પ્રદર્શન કર્યું હતું
કોંગ્રેસે તાજેતરમાં જ મોંઘવારી અને જીએસટી મુદ્દે દેશભરમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસી સાંસદોએ સંસદથી રેલી કાઢી હતી. આ દરમિયાન પોલીસે વિજય ચોક પાસે તમામ સાંસદોની ધરપકડ કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની ઓફિસથી પણ રેલી કાઢવામાં આવી હતી. ત્યારે તેઓ જાહેર માર્ગ પર ધરણા પર બેસી ગયા હતા. ત્યારપછી પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT