PM મોદી જમવાના ખર્ચ પેટે એકપણ રૂપિયો સરકારી તિજોરીમાંથી નથી લેતા, RTIમાં ખુલાસો
નવી દિલ્હી: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લાઈફ સ્ટાઈલને લઈને RTIમાં ઘણાં સવાલો કરવામાં આવ્યા હતા જેણે લઈ અનેક ખુલાસાઓ થયા છે.…
ADVERTISEMENT
નવી દિલ્હી: ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લાઈફ સ્ટાઈલને લઈને RTIમાં ઘણાં સવાલો કરવામાં આવ્યા હતા જેણે લઈ અનેક ખુલાસાઓ થયા છે. વડાપ્રધાન કાર્યાલયના કેન્દ્રીય ઉચ્ચ સચિવ બિનોદ બિહારી સિંહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારી પૈસાથી નહી પરંતુ ખુદના પૈસાથી જ ભોજન કરે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ કહી ચૂક્યા છે હું ખાતો નથી અને ખાવા દેતો નથી.
RTIમાં પૂછવામાં આવ્યા આ સવાલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એક RTI ફાઈલ કરવામાં આવી હતી. જેમાં તેમના ભોજન, રહેવા, વાહન અને પગાર વિશે પૂછવામાં આવ્યું હતું. આ RTIનો જવાબ વડાપ્રધાન કાર્યાલયના સચિવ બિનોદ બિહારી સિંહે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના ભોજનનો એક રૂપિયાનો ખર્ચ સરકારી તિજોરીમાંથી નથી કરતા તેઓ પોતાના ભોજનનો ખર્ચ પોતે જ ઉઠાવે છે.
આ સાથે જ તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન નિવાસસ્થાનની જાળવણી કેન્દ્રીય લોક નિર્માણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. તેમની ગાડીઓની જાળવણી SPG કરે છે. ઉલ્લેખનીય છે કે, સંસદમાં પહોંચેલા આપણા લોક પ્રતિનિધિઓને સરકાર તરફથી અનેક સુવિધાઓ આપવામાં આવે છે જેનો તમામ ખર્ચ સરકારી તિજોરીમાંથી આપવામાં આવે છે તેવામાં વડાપ્રધાન મોદી આ તમામ ખર્ચ પોતાના પગારમાંથી ચૂકવે છે.
ADVERTISEMENT
વડાપ્રધાન મોદીને ગુજરાતી ફૂડ પસંદ છે
2015માં આરટીઆઈના જવાબમાં માહિતી અધિકારીએ કહ્યું હતું કે વડાપ્રધાન મોદીને ગુજરાતી વધુ પસંદ છે. તે પોતાના રસોઈયાના હાથનું બનાવેલું ભોજન ખાય છે. વડાપ્રધાન બાજરાનો રોટલો અને ખીચડી ખાવાનું પસંદ કરે છે.
ADVERTISEMENT