રાષ્ટ્રપતિ Draupadi murmu આજે રાષ્ટ્રને સંબોધશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: 15 th Auguast એટલે આઝાદી પર્વ, આ પર્વની ઉજવણી માટે તડામાર તૈયારી થઈ રહી છે.  ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રવિવારે સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સંબોધિત કરશે.  દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ બન્યા બાદ રાષ્ટ્રને પ્રથમ વખત સંબોધન કરશે . રાષ્ટ્રપતિ ભવને શનિવારે એક નિવેદન જાહેર કરી આ અંગે વિગત આપી હતી.

રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ સંબોધન
ભારતને 25 જુલાઇના રોજ નવા રાષ્ટ્રપતિ મળ્યા હતા.  દ્રૌપદી મુર્મુ રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમણે દેશને સંબોધન કર્યું ન હતું. સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યાએ પ્રથમ વખત દેશને સંબોધન કરશે.  ઓલ ઈન્ડિયા રેડિયોના તમામ રાષ્ટ્રીય નેટવર્ક પર રાષ્ટ્રપતિના સંબોધનનું પ્રસારણ કરવામાં આવશે. આ સિવાય દેશના લોકો દૂરદર્શનની તમામ ચેનલો પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનો સંદેશ જોઈ શકે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સંબોધન સાંજે 7 કલાકે શરૂ થશે. તે પહેલા હિન્દીમાં અને પછી અંગ્રેજીમાં પ્રસારિત થશે.

પ્રાદેશિક ભાષામાં 9.30 કલાકે થશે પ્રસારિત: 
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, દૂરદર્શન પર હિન્દી અને અંગ્રેજીમાં સંબોધનનું પ્રસારણ કર્યા પછી, તે સંબંધિત પ્રાદેશિક ભાષાઓમાં તેની પ્રાદેશિક ચેનલો દ્વારા પ્રસારિત કરવામાં આવશે. ઓલ ઈન્ડિયા રેડિયો તેનું પ્રાદેશિક ભાષામાં રાત્રે 9.30 કલાકે તેમના સંબંધિત પ્રાદેશિક નેટવર્ક પર પ્રસારણ કરશે.

ADVERTISEMENT

દ્રૌપદી મુર્મુએ 25 જુલાઈએ દેશના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તે સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનાર સૌથી નાની ઉમરના  અને પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ છે. તેઓ દેશની આઝાદી પછી જન્મેલા પ્રથમ રાષ્ટ્રપતિ છે.

    follow whatsapp

    ADVERTISEMENT