24 કલાકમાં Poonam Pandey ના મોતનો ‘ડ્રામા’ ખતમ થયો, વીડિયો શેર કરીને બોલી- ‘હું જીવતી છું’
પૂનમ પાંડેના મૃત્યુની ખબર વચ્ચે એક્ટ્રેસ વીડિયો શેર કરીને પોતે જીવતી હોવાનું જણાવ્યું છે. ગઈકાલે સર્વાઈવલ કેન્સરથી એક્ટ્રેસનું મોત થયું હોવાની પોસ્ટ તેના સોશિયલ મીડિયા…
ADVERTISEMENT
- પૂનમ પાંડેના મૃત્યુની ખબર વચ્ચે એક્ટ્રેસ વીડિયો શેર કરીને પોતે જીવતી હોવાનું જણાવ્યું છે.
- ગઈકાલે સર્વાઈવલ કેન્સરથી એક્ટ્રેસનું મોત થયું હોવાની પોસ્ટ તેના સોશિયલ મીડિયા પર કરાઈ હતી.
- વીડિયો શેર કરીને એક્ટ્રેસે સર્વાઈવલ કેન્સર સામે જાગૃતતા વધારવા આમ કર્યું હોવાનું જણાવ્યું.
Poonam Pandey Death News: ઇન્સ્ટાગ્રામ પોસ્ટથી શરૂ થયેલા પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર રહસ્ય બની ગયા હતા. પૂનમ પાંડેના મૃત્યુના સમાચાર 2 ફેબ્રુઆરીએ સવારે આવ્યા હતા. તેની મેનેજમેન્ટ ટીમે જાહેરાત કરી હતી કે, એક્ટ્રેસનું મૃત્યુ થયું છે. તેનું કારણ સર્વાઇકલ કેન્સર હોવાનું કહેવાય છે. જો કે આ પછી અભિનેત્રીના અંતિમ સંસ્કાર અંગે કોઈ સમાચાર સામે આવ્યા નથી. તેમજ તેના પરિવારના સભ્યોનો પણ કોઈ પત્તો લાગ્યો ન હતો. હવે એક્ટ્રેસે એક વીડિયો શેર કરીને સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તે જીવિત છે.
પૂનમ પાંડેએ શેર કર્યો વીડિયો
પૂનમ પાંડેએ તેનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આમાં તે સંપૂર્ણ સ્વસ્થ બેઠેલી જોવા મળી રહી છે. એક્ટ્રેસે કહ્યું, ‘હું જીવતી છું. હું સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામી નથી. કમનસીબે, સર્વાઇકલ કેન્સર સામેની લડાઈમાં જીવ ગુમાવનાર હજારો મહિલાઓ માટે હું આવું કહી શકતી નથી. તેઓ આવા વિશે કંઇ કરી શકી ન હતી, કારણ કે તેમને કંઇ ખબર ન હતી. હું તમને અહીં જણાવવા માંગુ છું કે અન્ય કોઈપણ કેન્સરથી વિપરીત, સર્વાઇકલ કેન્સરને હરાવવું શક્ય છે. તમારે ફક્ત તમારા ટેસ્ટ કરાવવા પડશે અને HPV રસી મેળવવી પડશે.
View this post on Instagram
ADVERTISEMENT
વીડિયો વાઈરલ થતા એક્ટ્રેસ થઈ ટ્રોલ
પૂનમ પાંડેનો વીડિયો જાહેર થયા બાદ ફરી એકવાર સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. અભિનેત્રીને ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT