બ્રિટનમાં રાજનીતિક ઉલટફેર: પૂર્વ PM કૈમરનની 7 વર્ષ બાદ સરકારમાં એન્ટ્રી, ભારતીય મુળના મંત્રીને હટાવાયા

ADVERTISEMENT

Britain Minister Change
Britain Minister Change
social share
google news

નવી દિલ્હી : બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરૂનને સુનક સરકારમાં નવા વિદેશમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ જેમ્સ ક્લેવર્લીનું સ્થાન લેશે. જેમ્સને સુએલાની જગ્યાએ ગૃહમંત્રી બનાવાયા છે. આ પ્રકારે બ્રિટનમાં મોટું રાજકીય ફેરબદલ થઇ છે.

બ્રિટનમાં રાજનીતિ ઉથલપાથલ

બ્રિટનની રાજનીતિમાં સોમવારે મોટા ફેરફાર જોવા મળ્યા. ગૃહમંત્રી સુએલા બ્રેવરમેનની કુર્સી ઇઝરાયેલ અને હમાસના કારણે ગઇ. તેમણે લંડન પોલીસ પર પેલેસ્ટાઇન સમર્થક હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર બાદ તેમને પદ પરથી હટાવી દેવામાં આવ્યા. ત્યાર બાદ પીએમ સુનકે જેમ્સ ક્લેવર્કીને દેશના નવા ગૃહમંત્રી નિયુક્ત કર્યા. આ સાથે જ પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરુનની સાત વર્ષ બાદ રાજનીતિમાં એન્ટ્રી થઇ છે.

બ્રિટનના પૂર્વ PM ની સરકારમાં એન્ટ્રી થઇ

બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ડેવિડ કેમરુનને સુન સરકારમાં નવા વિદેશમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ જેમ્સ ક્લેવર્લીનું સ્થાન લેશે. જેમ્સને સુએલાના સ્થાને ગૃહમંત્રી બનાવાયા છે. આ પ્રકારે બ્રિટનમાં મોટો રાજકીય ફેરફાર થયો છે. કૈમરન 2010 થી 2016 સુધી બ્રિટનના વડાપ્રધાન પદ પર હતા. જો કે બ્રિટનમાં થયેલા બ્રેક્ઝિટ જનમત સંગ્રહના પરિણામો સામે આવ્યા બાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

ADVERTISEMENT

સુએલાની ખુરશી કેમ છીનવાઇ?

બ્રિટનની રાજનીતિમાં આ ફેરબદલ અંગે લંડનના મેયર સાદિક ખાને વ્યંગ કરતા કહ્યું કે, નવા પદભાર, પરંતુ કંજર્વેટિવ પાર્ટીની તે જ જુની માનસિકતા. બ્રિટનને કેબિનેટમાં ફેરફારની જરૂર નથી. જો કે દેશમાં હાલ ચૂંટણીની જરૂર છે. સુએલા બ્રેવરમેન બ્રિટનની રાજનીતિમાં ખુબ જ વિવાદિત વ્યક્તિત્વ છે. તેમણે એક લેખમાં લંડનની પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે લંડન પોલીસ પર પેલેસ્ટાઇન સમર્થકો પ્રત્યે ઉતાર વલણ દાખવવાનો આરોપ લગાવ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT