રાજસ્થાનમાં ગેહલોત સર્જીત કટોકટી! 92 ધારાસભ્યોએ સચિન પાયલોટના વિરોધમાં રાજીનામા આપ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

જયપુર : રાજસ્થાનના મુખ્યમંત્રીની ખુરશી હજી તો ખાલી પણ નથી થઇ ત્યાં જ ખુરશી મુદ્દે ધમાસાણ શરૂ થઇ ચુકી છે. સાંજે 7 વાગ્યે નક્કી કરાયેલી કોંગ્રેસ ધારાસભ્યોની બેઠક હવે રદ્દ થઇ ચુકી છે. હવે બીજી તરફ ગહલોત સમર્થક 92 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. આ ધારાસભ્યો થોડા સમય પહેલા કોંગ્રેસ ધારાસભ્ય શાંતિ ધારીવાલના ઘરે એકત્ર થયા છે. અહીં આ ધારાસભ્યો પાસેથી રાજીનામા લેવામાં આવ્યા હવે આ રાજીનામું સ્પીકરને સોંપવામાં આવશે.

કોંગ્રેસ નેતા પ્રતાપ ખાચરિયાવાસે કહ્યું કે, અમારી મીટિંગ થઇ ચુકી છે. અમારી સાથે 92 ધારાસભ્યો છે જેમણે રાજીનામું આપી દીધું છે. આ ધારાસભ્યોનું કહેવું છે કે, નવા મુખ્યમંખ્યમંત્રી પસંદ કરવામાં તેમનું મંતવ્ય માંગવામાં આવવા જોઇએ. જે માંગવામાં આવ્યા નથી જેના કારણે તેઓ ખુબ જ નારાજ છે. સુત્રો અનુસાર કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે અશોક ગહલોતને ફોન કર્યો અને તેમને સ્થિતિ સંભાળવા માટે જણાવ્યું હતું. જો કે ગહલોતે જણાવ્યું કે, તેમના હાથમાં હવે કાંઇ જ નથી. અત્રે નોંધનીય છે કે, હાલમાં મુખ્યમંત્રી અશોક ગહલોત કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી લડવા જઇ રહ્યા છે. તેવામાં તેમને મુખ્યમંત્રી પદ છોડવું પડશે. હવે સચિન પાયલટને મુખ્યમંત્રી બનાવવામાં આવે તેવી આશા છે. જો કે કોંગ્રેસ માટે આ નિર્ણય ખુબ જ પડકારજનક સાબિત થશે. ગહલોત જુથ પાયલટને મુખ્યમંત્રી બનવા દેવા નથી માંગતા.

અત્રે ઉલ્લેખનીય છેકે, પ્રતાપસિંહ ખાચરિયાવાસે કહ્યું કે, પાયલોટના સમર્થનમાં હોય તેવા 10-15 ધઆરાસભ્યોનું સાંભળવામાં આવી રહ્યું છે જ્યારે અન્ય ધારાસભ્યોની ઉપેક્ષા થઇ રહી છે. ગેહલોતના સમર્થકો સી.પી જોશીને મુખ્યમંત્રી બનાવવા માંગે છે. જ્યારે કોંગ્રેસ હાઇકમાન્ડ પાયલોટને મુખ્યમંત્રી બનાવવા ઇચ્છતા હોય તેવું લાગી રહ્યું છે. જેના કારણે હાલ રાજસ્થાનમાં સ્થિતિ ખુબ જ વિપરિત બની છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT