PM રાજસ્થાન: લાલ ડાયરી પર ટકેલી છે કોંગ્રેસની સરકાર: રાજસ્થાનમાં મહિલાઓ સુરક્ષીત નથી

ADVERTISEMENT

PM Modi in Rajasthan
PM Modi in Rajasthan
social share
google news

સીકર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવારે રાજસ્થાનના સીકરમાં જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે રાજસ્થાનની ગહલોત સરકારના બર્ખાસ્ત કરેલા મંત્રી રાજેન્દ્ર ગુઢાની કથિત લાલ ડાયરીનો ઉલ્લેખ કર્યો હતો અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસે સરકાર ચલાવવાના નામે લૂંટની દુકાન ચલાવી છે. લૂંટની આ દુકાનનું સૌથી મોટુ ઉદાહરણ છે રાજસ્થાનની લાલ ડાયરી. લાલ ડાયરીમાં કોંગ્રેસ સરકારના કાળા કારનામાઓ રેકોર્ડ છે. લોકો કહે છે કે, જો તેના પન્ના ખુલ્યા તો કોંગ્રેસ સરકાર પડી જશે.

પીએમ મોદીએ કહ્યું કે, લાલ ડાયરીનું નામ સાંભળીને કોંગ્રેસના મોટા મોટા નેતાઓની સ્થિતિ ખરાબ થઇ રહી છે. આ ડાયરીમાંકોંગ્રેસ સરકારના તમામ કાળા કાંડ નોંધાયેલા છે. જો તેના પન્ના ખુલ્યા તો સારા સાર અને મોટા મોટા લોકો લપેટામાં આવી જશે. આ લાલ ડાયરી કોંગ્રેસ સરકારનો ડબ્બો ગુલ કરવા જઇ રહ્યા છે.

પીએમ મોદીએ મહિલા સુરક્ષા મુદ્દે ગહલોત સરકારને ઘેર્યા
પીએમ મોદીએ કહ્યું કે, રાજસ્થાનના લોકો બહેન-બેટીઓનું સન્માન સાથે રમત ક્યારે પણ સહન નહી કરી શકે. માં પદ્માવતી અને માં પન્નાધાયની આ ધરતીની પુત્રીઓ સાથે જે થઇ રહ્યું છે તે આક્રોશથી ભરી દેતી હોય છે. કોઇ દલિતની પુત્રી સાથે દુષ્કર્મ થાય છે અને તેના પર એસિડ એટેટ કરવામાં આવે છે. કોઇ દલિત બહેન સાથે તેના પતિ સામે ગેંગરેપ થાય છે. આરોપી તેનો વીડિયો બનાવે છે. પોલીસ ફરિયાદ દાખલ નથી કરતી. બૈખોફ આરોપી વીડિયો વાયરલ કરી દે છે. નાની નાની બાળકીઓ અને શાળાની ટીચર પણ રાજસ્થાનમાં સુરક્ષીત નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT