PM મોદીએ લખેલા ‘ગરબા’ પર બન્યો મ્યુઝિક વીડિયો, નવરાત્રિના એક દિવસ પહેલા રિલીઝ થયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

PM Modi Garbo: PM નરેન્દ્ર મોદી દ્વારા લખાયેલા ગરબા પર આધારિત એક મ્યુઝિક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં નવરાત્રીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને દર વર્ષે ખેલૈયાઓ ગરબા રમતા હોય છે. ગરબાની આ પંરપરા સદીઓ જૂની છે. ત્યારે હવે PM મોદીએ લખેલા ગરબા પર આ વખતે ખેલૈયાઓ ઝૂમતા જોવા મળી શકે છે.

ધ્વની ભાનુશાળીએ ગરબો ગાયો

નવરાત્રીના અવસર પર પીએમ મોદીના ગરબા પર એક વીડિયો રિલીઝ કરવામાં આવ્યો છે. તેને ધ્વની ભાનુશાલીએ ગાયું છે અને તનિષ્ક બાગચીએ આ ગીત માટે સ્વર આપ્યા છે. આ ગીતના નિર્માતા જેકી ભગનાની છે. આ ગીત યુટ્યુબ પર રિલીઝ કરવામાં આવ્યું છે. આની જાહેરાત કરતા યુટ્યુબ ચેનલે લખ્યું કે, પીએમ મોદી દ્વારા લખાયેલા ગીત સાથે, ‘ગરબો’માં તનિષ્ક બાગચીનો અવાજ અને ધ્વની ભાનુશાળીના અવાજનો જાદુ જોવા મળશે. સંગીતનો આ જાદુ નવરાત્રિ દરમિયાન ગુજરાતની સંસ્કૃતિને જોવાની પ્રેરણા આપે છે. તેનું નિર્દેશન નદીમ શાહે કર્યું છે. ચેનલે લખ્યું, ‘તો તમારી ટીમ તૈયાર કરો, તમારા દાંડિયા તૈયાર રાખો અને ‘ગરબો’ને તમારું નવરાત્રિ ગીત બનાવો.

ADVERTISEMENT

સિંગરે ટ્વીટ કર્યું

બીજી તરફ સિંગર ધ્વની ભાનુશાળીના ટ્વીટર પર ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપતા લખ્યું કે, નરેન્દ્ર મોદીજી, તનિષ્કબાગચી અને મને તમારા દ્વારા લખાયેલા ગરબા ખૂબ પસંદ આવ્યા. ચેનલે અમને આ ગીત અને વીડિયોને જીવંત બનાવવામાં મદદ કરી.

PMએ ટ્વીટ કરીને માન્યો આભાર

આ ટ્વીટના જવાબમાં પીએમ મોદીએ ધ્વની ભાનુશાળીને ટેગ કરીને થેન્ક યુ લખ્યું. તેમણે લખ્યું, ‘ગરબાની આ સુંદર રજૂઆત માટે જે મેં વર્ષો પહેલા લખી હતી. તે ઘણી યાદો પાછી લાવે છે. મેં ઘણા વર્ષોથી લખ્યું નથી, પરંતુ છેલ્લા થોડા દિવસોમાં હું એક નવો ગરબા લખવામાં સફળ થયો, જે હું નવરાત્રી દરમિયાન શેર કરીશ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT