PM Modi Varanasi Visit: બે દિવસમાં 19 હજાર કરોડ રૂપિયાની ભેટ આપશે
PM મોદી ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરીને વારાણસી પહોંચ્યા વારાણસીમાં તેઓ બે દિવસ રોકાઇને વિવિધ પ્રકલ્પોનું ઉદ્ધાટન કરશે પીએમ પોતાના સંસદીય વિસ્તારમાં 19 હજાર કરોડ રૂપિયાનું…
ADVERTISEMENT
- PM મોદી ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરીને વારાણસી પહોંચ્યા
- વારાણસીમાં તેઓ બે દિવસ રોકાઇને વિવિધ પ્રકલ્પોનું ઉદ્ધાટન કરશે
- પીએમ પોતાના સંસદીય વિસ્તારમાં 19 હજાર કરોડ રૂપિયાનું ઉદ્ધાટન કરશે
PM Modi In Varanasi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે તેમના સંસદીય ક્ષેત્ર વારાણસીની બે દિવસની મુલાકાતે પહોંચ્યા હતા. આ સમયગાળા દરમિયાન પીએમ કાશી અને આસપાસના વિસ્તારોને કરોડોની ભેટ આપશે.
PM Modi Varanasi Visit : PM મોદી રવિવારે બે દિવસની મુલાકાતે વારાણસી પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન, પીએમ કાશી અને આસપાસના વિસ્તારોના વિકાસ માટે રૂ. 19,000 કરોડથી વધુની કિંમતની 37 યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ કાશીમાં લગભગ 25 કલાક વિતાવશે.
પીએમ મોદી વાયુસેનાના વિશેષ વિમાનમાં વારાણસી એરપોર્ટ પહોંચ્યા. જ્યાં સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો રસ્તામાં હાજર રહ્યા હતા. તેમની વારાણસી મુલાકાતના પહેલા દિવસે, વડાપ્રધાન મોદી સાંજે નમો ઘાટથી ‘કાશી તમિલ સંગમમ’ની બીજી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી અહીંથી કન્યાકુમારીથી બનારસ સુધી કાશી તમિલ સંગમમ એક્સપ્રેસને લીલી ઝંડી આપશે. 17 થી 31 ડિસેમ્બર દરમિયાન યોજાનારી કાશી તમિલ સંગમમની બીજી આવૃત્તિ દરમિયાન, તમિલનાડુ અને પુડુચેરીના 1,400 મહાનુભાવો વારાણસી, પ્રયાગરાજ અને અયોધ્યાની મુલાકાત લેશે.
ADVERTISEMENT
સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કરશે
વડાપ્રધાન મોદી વારાણસીમાં 20 વર્ષથી નિર્માણાધીન સ્વરવેદા મહામંદિરનું પણ ઉદ્ઘાટન કરશે. આ મંદિરને ભારતનું સૌથી મોટું સાધના કેન્દ્ર પણ માનવામાં આવે છે, અહીં 20 હજારથી વધુ લોકો એક સાથે સાધના કરી શકે છે. સોમવારે, તેમના પ્રવાસના બીજા દિવસે, પીએમ મોદી સેવાપુરી વિકાસ બ્લોકની બરકી ગ્રામસભામાં વિકાસ ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમમાં ભાગ લેશે.
ઘણી પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
પીએમ મોદી કાશી અને પૂર્વાંચલને 19,155 કરોડ રૂપિયાના 37 પ્રોજેક્ટ્સ પણ ગિફ્ટ કરશે. જેમાં તેઓ રોડ અને પુલ, આરોગ્ય અને શિક્ષણ, પોલીસ કલ્યાણ, સ્માર્ટ સિટી અને શહેરી વિકાસ પ્રોજેક્ટ, રેલ્વે, એરપોર્ટ સહિત વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમ મોદીની આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT