Ram Mandir: અયોધ્યા મંદિરમાં રામલલ્લા વિરાજમાન થયા બાદ PM મોદીએ ચરણામૃત પીને તોડ્યા 11 દિવસના ઉપવાસ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Ayodhya Ram Mandir: સોમવારે અયોધ્યામાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે પૂર્ણ થયો હતો. શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા 84 સેકન્ડના મુહૂર્તમાં કરવામાં આવી હતી. ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત આરએસએસના વડા મોહન ભાગવત, યુપીના રાજ્યપાલ આનંદી બેન અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા.

PM મોદીએ મંદિરમાં કરી રામલલ્લાની પૂજા

મોદી, મુખ્ય યજમાન તરીકે, આછા પીળા રંગની ધોતી અને કુર્તા પહેરીને 12 વાગ્યે મંદિર પરિસરમાં પહોંચ્યા હતા. તેમના હાથમાં એક થાળી હતી, જેમાં શ્રી રામલલ્લાનું ચાંદીનું છત્ર હતું. સંકલ્પ સાથે, પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ બપોરે 12.05 કલાકે શરૂ થઈ હતી, જે એક કલાકથી વધુ સમય સુધી ચાલી હતી. વડાપ્રધાને ભગવાનની આરતી ઉતારી. મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસ પાસેથી રક્ષાસૂત્ર બંધાવ્યું અને તેમના ચરણ સ્પર્શ કર્યા હતા. આ પછી તેમણે શ્રી રામલલ્લાની પરિક્રમા કરી અને પ્રણામ કર્યા. તેમણે રામ જન્મભૂમિ ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્ય ગોપાલ દાસના ચરણ સ્પર્શ પણ કર્યા હતા.

ADVERTISEMENT

મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ PMએ તોડ્યા ઉપવાસ

ત્યારબાદ વડાપ્રધાને જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અહીં શ્રી રામ મંદિર તીર્થ ક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદદેવે ચરણામૃત પીવડાવીને ઉપવાસ તોડાવ્યા હતા. વડાપ્રધાન 12 જાન્યુઆરીથી 11 દિવસના ઉપવાસ પર હતા.

તેઓ રામ મંદિર નિર્માણના કામદારોને મળશે. બપોરે લગભગ 2:15 વાગ્યે તેઓ શ્રી રામ જન્મભૂમિ સંકુલમાં સ્થિત કુબેર ટીલા પર આવેલા શિવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. લગભગ 4 કલાક 35 મિનિટના કાર્યક્રમ બાદ તેઓ બપોરે 3 વાગે દિલ્હી પરત ફરશે.

ADVERTISEMENT

11 દિવસથી PM મોદી ઉપવાસ પર હતા

પ્રધાનમંત્રીએ શ્રી રામ લલ્લાના રાજ્યાભિષેક પહેલા 11 દિવસની ધાર્મિક વિધિઓ દરમિયાન ઉપવાસ, જપ અને ગાયની પૂજા કરી હતી. તે 11 દિવસ સુધી જમીન પર સૂતા હતા અને માત્ર નારિયેળ પાણી પીને અને ફળો ખાઈને રહ્યા. આ દરમિયાન મોદીએ 4 રાજ્યોમાં રામાયણ સાથે સંબંધિત 7 મંદિરોની મુલાકાત લીધી હતી અને પૂજા પણ કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT