પીએમનો કેરળ પ્રવાસ, વિપક્ષી ગઠબંધન પર જોરદાર વરસ્યા મોદી કહ્યું- દેશને લૂંટવાની આઝાદી ઈચ્છે..
PM Modi Kerala Visit : 2024ની લોકસભા ચૂંટણીને લઈને દેશમાં રાજકીય ગરમાયું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા પર આકરા પ્રહારો…
ADVERTISEMENT
PM Modi Kerala Visit : 2024ની લોકસભા ચૂંટણીને લઈને દેશમાં રાજકીય ગરમાયું છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, ઈન્ડિયા ગઠબંધનનો ભાગ બનેલા કોંગ્રેસ અને ડાબેરીઓએ કેરળને લૂંટી લીધું છે. પીએમ મોદીએ કેરળમાં ડાબેરીઓ અને કોંગ્રેસ લાંબા સમયથી કેરળમાં સત્તા અને વિપક્ષમાં હોવાનો ડોળ કરી રહ્યા છે. આ માત્ર નામના બે પક્ષો છે. કેરળમાં ભ્રષ્ટાચાર હોય, અપરાધ હોય કે ભત્રીજાવાદ હોય આ બંનેએ સાથે મળીને બધું કર્યું છે. હવે ઈન્ડિયા એલાયન્સની રચના કરીને તેઓએ જાહેર કર્યું છે કે તેમની વિચારધારા અને નીતિઓમાં કોઈ ફરક નથી.
પીએમ મોદીના INDIA પર આક્રમક પ્રહારો
તેમણે વધુમાં કહ્યું કે દેશમાં રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે. આધુનિક રેલ્વે સ્ટેશનો અને આધુનિક એરપોર્ટ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ ઈન્ડિયાની ગઠબંધન માત્ર મોદીના વિરોધને કારણે કામ થવા દેતી નથી. ઈન્ડિયા ગઠબંધન દેશને લૂંટવાની આઝાદી ઈચ્છે છે. કેરળમાં સોનાની દાણચોરીનો ખેલ ચાલી રહ્યો છે અને તે કઇ ઓફિસમાંથી ચલાવવામાં આવી રહ્યો છે. આ વાત કોઈનાથી છુપી નથી. તેઓ ઈચ્છે છે કે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા ફંડ અંગે કોઈ પૂછપરછ ન થવી જોઈએ.
ADVERTISEMENT
દેશની મહિલા શક્તિ વિશે કરી વાત
પીએમ મોદીએ કહ્યું કે, ઈન્ડિયા ગઠબંધન આપણા વિશ્વાસને ઠેસ પહોંચાડે છે. તેઓએ મંદિરો અને આપણા તહેવારોને પણ લૂંટનું માધ્યમ બનાવ્યા છે. સબરીમાલામાં જે પ્રકારની અરાજકતા સર્જાઈ છે તેનાથી શ્રદ્ધાળુઓને ઘણી અસુવિધા થઈ છે. આ અહીં રાજ્ય સરકારની અસમર્થતાનો પુરાવો છે. પીએમ મોદીએ કહ્યું કે, આજકાલ દેશમાં મોદીની ગેરંટી વિશે વાત થઈ રહી છે, પરંતુ હું માનું છું કે દેશની મહિલા શક્તિ ‘વિકસિત ભારત’ના સંકલ્પને હાંસલ કરવાની સૌથી મોટી ગેરંટી છે. કેરળની દીકરીઓએ ભારતના બંધારણના ઘડતરમાં ભૂમિકા ભજવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT