PM મોદી અને CM યોગીની બહેનોની મુલાકાત, જુઓ સામે આવી તસ્વીરો
લખનઉ : શ્રાવણમાં તીર્થનગર ઋષીકેશ નજીક રહેલા પૌડીના નીલકંઠ મંદિરમાં શિવભક્તો મોટા પ્રમાણમાં પહોંચી રહ્યા છે. સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોના લોકો અહીં પહોંચી રહ્યા…
ADVERTISEMENT
લખનઉ : શ્રાવણમાં તીર્થનગર ઋષીકેશ નજીક રહેલા પૌડીના નીલકંઠ મંદિરમાં શિવભક્તો મોટા પ્રમાણમાં પહોંચી રહ્યા છે. સમગ્ર દેશના અલગ અલગ રાજ્યોના લોકો અહીં પહોંચી રહ્યા છે. આ ક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બહેન બસંતીબેન પતિ હસમુખ તથા અન્ય લોકો પણ અહીં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. ત્યાર બાદ બસંતીબેન કોઠાર ગામ ખાતે આવેલા પાર્વતી મંદિર ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે મંદિર પરિસરમાં સંચાલિત દુકાનમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના બહેન શસિ દેવી સાથે મુલાકાત કરી હતી.
બંન્ને પરિવારોએ એકબીજા સાથે મુલાકાત યોજી હતી
બંન્ને પરિવારના લોકો મળ્યા અને એકબીજાના ખેર ખબર પુછ્યા હતા. આ ઉપરાંત અન્ય કેટલાક વિષયો અંગે પણ ચર્ચા કરી હતી. પીએમ અને સીએમની બહેનોના આ મુલાકાતને કેમેરામાં કેદ કરી હતી. જેની તસવીર હાલ સામે આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી અને સીએમ યોગીનો પરિવાર ખુબ જ સાદગી સાથે રહે છે. સીએમ યોગીએ તો 21 વર્ષની ઉંમરે પોતાનો પરિવારનો ત્યાગ કર્યો હતો. ગોરખપુર જતા રહ્યા હતા જ્યાં તેમણે દીક્ષા લીધી હતી.
ADVERTISEMENT
યોગી આદિત્યનાથે 21 વર્ષની ઉંમરે લીધો હતો સન્યાસ
સંન્યાસ લીધા બાદ તેમનું નામ અને એડ્રેસ પણ બદલી ગયા હતા. ઉતરાખંડના પંચૂર ગામના અજયસિંહ બિષ્ટ યોગી આદિત્યનાથ બની ગયા હતા. ઉતરાખંડના પૌડી જિલ્લાના રહેવાસી યોગી આદિત્યનાથ ચાર ભાઇ અને ત્રણ બહેનોમાં બીજા નંબરના ભાઇ છે. તેમનો જન્મ 5 જુન, 1972 ના રોજ ઉતરાખંડના પૌડી ગઢવાલ જિલ્લાના એક નાનકડા ગામ પંચૂરમાં થયો હતો. હાલમાં તેઓ દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
યોગી વર્ષો બાદ પોતાના ઘરે અને ગામમાં પહોંચ્યા હતા
ગત્ત વર્ષે યોગી આદિત્યનાથ ઉતરાખંડ ખાતેના પોતાના પૈતૃક પંચૂર પહોંચ્યા હતા. ગામ પહોંચતા જ તેમણે માંના આશિર્વાદ લીધા હતા. ત્યાર બાદ ગામલોકોને મળ્યા હતા. બીજી તરફ સીએમ યોગીની બહેન શસિએ કહ્યું હતું કે, તમામ લોકો ખુશ છે. દરેક વ્યક્તિ તેમને આવીને મળી રહ્યા છે અને આશિર્વાદ લઇ રહ્યા છે.
ADVERTISEMENT