એક કા ડબલની લાલચે લોકોએ ગુમાવ્યા અબજો રૂપિયા, જાણો એપ્લિકેશન કૌભાંડ વિશે
ધનેશ પરમાર/બનાસકાંઠાઃ આજના સમયમાં લોકો ઘરે બેસીને લોન લેવાનું પસંદ કરે છે. આ તકને ધ્યાનમાં રાખીને થોડા સમય અગાઉ એક એપ્લિકેશને ઘરે બેઠા લોકોને ઈન્સ્ટન્ટ…
ADVERTISEMENT
ધનેશ પરમાર/બનાસકાંઠાઃ આજના સમયમાં લોકો ઘરે બેસીને લોન લેવાનું પસંદ કરે છે. આ તકને ધ્યાનમાં રાખીને થોડા સમય અગાઉ એક એપ્લિકેશને ઘરે બેઠા લોકોને ઈન્સ્ટન્ટ લોન આપવાનું શરૂ કર્યું હતું.જેમાં દેશ અને રાજ્યભરમાંથી અનેકો આની લાલચે જોડાયા હતા. જોકે ઠગી ઇરાદે બનાવાયેલી આ એપ્લિકેશન અચાનક બંધ થતાં ,લોકોને ખબર પડી હતી કે તેઓ છેતરાયા છે. ત્યારપછી બનાસકાંઠા સહિત અનેક લોકોએ ફરિયાદ કરતા,આ મસમોટા સાઇબર ક્રાઇમમાં તપાસમાં પોલીસ જોડાઈ હતી. હવે મોડેમોડે તેમાં ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા પાંચ ઈસમો ને ઝડપવામાં આવ્યા છે. જેમાં પાલનપુર સાઇબર ક્રાઇમમાં નોંધાયેલી ફરિયાદ આધારે થયેલી તપાસમાં તથ્યો મળ્યા અને ત્યારપછી આરોપીઓ સુધી પહોંચવામાં મહત્ત્વની કડી બની ગઈ છે. ચલો આ સમગ્ર કૌભાંડ પર નજર કરીએ…
પાલનપુરમાં ફરિયાદ નોંધાઈ અને..
આ કેસમાં પાલનપુર ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં 7 મહિના પહેલાં સાયબર ક્રાઈમ સેલ તથા CID પણ સક્રિય રીતે તપાસમાં જોડાઈ ગઈ હતી. જોકે વધુમાં જાણવા મળ્યું કે અહીં 1100 લોકો ભોગ બન્યાનું બહાર આવ્યું છે.
કૌભાંડ વિશે જાણો વિગતવાર…
તપાસમાં એવું પણ પણ બહાર આવ્યું હતું કે આ ઠગાઇમાં અલગ-અલગ સર્વિસ પ્રોવાઇડર મારફતે પૈસા અલગ અલગ બેંક ખાતામાં જમા થતા હતા. જેમાં એક પેન્થર ટ્રેડિંગ નામની પાર્ટનરશિપ ધરાવતી કંપની, તેના બેંકના ચાલુ ખાતામાં આ એપ્લિકેશનના નાણાં ગયા હતા. જેનું સ્ટેટમેન્ટ અને અન્ય પુરાવા ચેક કરતા,ત્રણ પાર્ટનરનાં નામ મળ્યા હતા. જેમાં રું 2,71,24,31,592નું કોભાડ આચર્યું હતું.
ADVERTISEMENT
લોકોએ પૈસા ગુમાવવાનો વારો આવ્યો…
બનાસકાંઠામાં એક એપ્લિકેશનમાં લોકોએ કરોડો રૂપિયા ખોવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સો કરોડથી વધુ રૂપિયા આ એપમાં ધોવાયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કહેવાય છે કે, ગુજરાતીમાં એવી કહેવત છે કે ‘જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે.’ અનેકવાર ઓનલાઇન એપ અને ગેમમાં પૈસા ડબલ કરવાની લાલચમાં પૈસા રોકવાથી લોકોને અનેક રૂપિયા ગુમાવાનો વારો આવતો હોય છે. ત્યારે આવી જ એક ઓનલાઈન App બંધ થઇ જતા અનેક લોકોના કરોડો રૂપિયા ફસાઈ ગયા છે. ધાનેરા સહિત બનાસકાંઠા જિલ્લાના લોકોએ આ ઓનલાઈન એપમાં પૈસા રોક્યા હતા. જે અચાનક આ App 2 જૂનના રોજ રાત્રે બંધ થઈ જતા લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
જુઓ કેવી રીતે આ ફ્રોડ થયું?
આ એપમાં લોકો પૈસા ડિપોઝિટ કરતા હતા અને એપમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફૂટબોલ મેચ પર સટ્ટો રમવામાં આવતો હતો. લોકો દ્વારા ઓનલાઇન એપ્લિકેશન ડાઉનલોડ કરવામાં આવતી. ત્યાર બાદ મોબાઈલ નંબર સાથે રજિસ્ટ્રેશન કરી તેમાં બેંકની રકમ નાખવામાં આવી હતી. બાદમાં લિંક ઓપન કરવાથી હોમ સ્ક્રીન પર લેવામાં આવતી હતી.
ADVERTISEMENT
લોગ ઈન કરી વિવિધ રકમથી રમી શકાય છે..
જેમાં મોબાઈલ નંબર પાસવર્ડ નાખીને કોડ અને બાદમાં રજીસ્ટ્રેશન થતું હતું. ઓટોમેટીક પાસવર્ડ પણ સેવ થતો હતો. આ એપ્લિકેશનથી બેંક મારફતે 400, 600 અને 3600ની અંદર રિચાર્જ કરીને આ ગેમ રમવા માટે ચાલુ કરવામાં આવતી હતી. અમુક ગેમમાં પૈસા નાખ્યા પછી ફોન ચાલુ હોય એટલે સાંજ સુધી તેમાં બીજી રકમ એડ થતી હતી અને એક મહિના સુધી જેટલા રૂપિયા નાખ્યા હોય તે રૂપિયા ડબલ થઇ જતા હતાં. જેમાં તમારો ફોન ચાલુ કરીને મૂકી દેવામાં આવતો હતો.
ADVERTISEMENT
લોકોએ કરોડો રૂપિયાનું રોકાણ કર્યું…
આવી રીતે થોડા પૈસા રોક્યા બાદ વધુ લાલચ આવતા લોકોએ થોડા-થોડા કરીને કરોડો રૂપિયાનું રોકાણ કર્યું હતું. થોડા જ સમયની અંદર બનાસકાંઠામાં સો કરોડથી વધુ રૂપિયાનું રોકાણ લોકોએ આ ગેમમાં કર્યું હોવાની ચર્ચા થઈ રહી છે.
ADVERTISEMENT