પરિણીતિ ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈની તારીખ નક્કી થઈ ગઈ! મુંબઈ નહીં આ શહેરમાં થઈ રહી છે તૈયારી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લગ્નની અટકળો છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહી છે પરંતુ તેઓએ હજુ સુધી તેનો ખુલાસો કર્યો નથી. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા રવિવારે સવારે મુંબઈ એરપોર્ટ પહોંચ્યા હતા. બંને હસતા જોવા મળ્યા હતા પરંતુ પાપારાઝીને કશું કહ્યું ન હતું. હવે લેટેસ્ટ અપડેટ એ છે કે પરિણીતી અને રાઘવ સગાઈ કરવાના છે. તેમની સગાઈનો સમારોહ દિલ્હીમાં યોજાશે. આ કાર્યક્રમ એપ્રિલના પ્રથમ સપ્તાહમાં જ યોજાશે.

પરિણીતી દિલ્હી પહોંચી
પરિણીતીની કઝીન અને અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલ મુંબઈમાં છે. જ્યારથી તેના મુંબઈ આવવાની ચર્ચા શરૂ થઈ છે ત્યારથી પરિણીતીના લગ્નની ચર્ચાઓ જોર પકડ્યું છે. ત્યારે સૂત્રો મુજબ પરિણીતી દિલ્હી પહોંચી ગઈ છે. તે સગાઈની તમામ તૈયારીઓ જોઈ રહી છે. રાઘવ ચઢ્ઢા પોતે પરિણીતીને લેવા માટે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા, જે ત્યાં જોવા મળી હતી.

સગાઈની તૈયારીઓ શરૂ
સૂત્રો મુજબ, ‘પરિણીતિ સગાઈની તૈયારીઓમાં વ્યસ્ત છે. તેઓ આવતા અઠવાડિયે દિલ્હીમાં સગાઈ કરી શકે છે. દંપતીએ શરૂઆતથી જ તેમના સંબંધોને છુપાવી રાખ્યા છે અને જ્યારે તેઓ તેને સત્તાવાર બનાવશે ત્યારે પણ આ રીતે જ રાખશે. તેમની સગાઈ ખૂબ જ ખાનગી સમારોહમાં યોજાશે. જેમાં ફક્ત પરિવારના સભ્યો, નજીકના મિત્રો અને તેમનાથી સંબંધિત લોકો જ રહેશે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ તેમની પુત્રી માલતી સાથે ભારત આવી રહ્યા હોવાથી સગાઈ કરવા માટેનો સમય યોગ્ય લાગતો હતો. તેણે પોતાના ભારત પ્રવાસનું આયોજન એવી રીતે કર્યું કે તે સમારંભમાં હાજરી આપી શકે. તેની પિતરાઈ બહેન મીરા કપૂર પણ દિલ્હી પહોંચી ગઈ છે. પરિણીતી અને રાઘવ તેમના સંબંધોને નેક્સ્ટ લેવલ પર લઈ જવા માટે ખૂબ જ ખુશ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT