કોર્ટ પરિસરમાં દીપડાનો આતંક, વકીલો અને જજ સહિત આખી કોર્ટમાં દોડાદોડ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાઝિયાબાદ: કોર્ટ પરિસરમાં બુધવારે સાંજે એક દિપડો ઘુસી ગયો હતો. દિપડાએ જુની બિલ્ડિંગ પાસે બે વકીલ અને જુત્તા પોલીશ કરનારા સહિત 5 લોકો પર જીવલેણ હુમલો કર્યો હતો. જુતા પોલીશ કરનારા યુવકના કાન પર પંજો માર્યો હતો. જેના પગલે તે ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. દિપડો ઘુસતાની સાથે જ આખી ઓફીસમાં ભાગદોડ મચી ગઇ હતી. વકીલો અને કોર્ટ પરિસરમાં હાજર અન્ય લોકોએ ગમે તે પ્રકારે ભાગીને જીવ બચાવ્યો હતો. દિપડો અઢી કલાક કરતા પણ વધારે સમય સુધી કોર્ટ પરિસરમાં રહ્યો હતો. વન વિભાગની ટીમે રેસક્યું ઓપરેશન હાથ ધર્યું હતું.

વકીલો પાવડા અને દંડા સાથે દિપડાને પકડવા નિકળ્યાં
આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં જોઇ શકાય છે કે, બે વકીલ પાવડા અને ડંડા લઇને દિપડાને પકડવા માટે બિલ્ડિંગમાં ફરી રહ્યા છે ત્રીજા વકીલ તેનો વીડિયો બનાવી રહ્યો છે. બીજી તરફ દિપડો તેમના પર હુમલો કરી દે છે. વકીલ પણ દિપડા પર હુમલો કરતા જોવા મળે છે. દિપડાએ કોર્ટ પરિસરમાં ઘુસ્યાના અડધા કલાક બાદ વન વિભાગની 12 સભ્યોની ટીમ રેસક્યું કરવા માટે પહોંચી હતી. ટીમ પોતાની સાથે જાળ અને પિંજરા લઇને આવી હતી. હાલ મુખ્ય કોર્ટ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર લોખંડની ચેનલ બંધ છે. બિલ્ડિંગની બહાર કોર્ટ સ્ટાફ, કર્મચારી, વકીલ સહિત સેંકડો લોકોની ભીડ લાગેલી છે. વન વિભાગની ટીમ કોર્ટના મુખ્ય બિલ્ડિંગની અંદર દાખલ થઇ ગયા, જેમાં દિપડો જોવા મળે છે.

ત્રણ કલાક સુધી દિપડાએ સમગ્ર કોર્ટ સંકુલને માથે લીધું
ઘટનાને નજરે જોનારા લોકોએ કહ્યું કે, આશરે સવા 4 વાગ્યે CJM કોર્ટ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર સીડીઓની નીચે દીપડા પહેલીવાર જોવામાં આવ્યા. લોકોને જોતાની સાથે જ દીપડો ત્યાંથી ભાગી ગયો. તેઓ લોકો પર હુમલો કરતા ભાગવા લાગ્યો હતો. દીપડાના હુમલામાં બે વકીલ, એક સિપાહી, જુતા પોલીશ કરનારા અને એક વ્યક્તિ સહિત 5 લોકો ઘાયલ થયા છે.

ADVERTISEMENT

દિપડાને પકડવામાં વન વિભાગને પણ આંખે પાણી આવ્યા
આશરે પાંચ મિનિટ સુધી હુમલો કરતા દિપડો કોર્ટ બિલ્ડિંગની લિફ્ટમાં જતો રહ્યો હતો. ત્યાર બાદ બિલ્ડિંગમાં ઉપરની તરફ જતો રહ્યો હતો. ઘટના સામે આવેલા એક બીજા વીડિયોમાં દિપડો બિલ્ડિંગની લોખંડની ગ્રીલ પર બેઠેલો જોઇ શકાય છે. ઘટના નજરે જોનારાઓએ જણાવ્યું કે, સૌથી પહેલા તેમણે ગ્રાઉન્ડ ફ્લોર પર સીડીઓની પાસે દીપડાને જોયો. ત્યાર બાદ દીપડો હુમલો કરીને ભાગી છુટ્યો હતો.

પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ જજને બહાર કાઢવામાં આવ્યા
દિપડાના સમાચાર મળતા જ તત્કાલ સ્થાનિક સુરક્ષા સ્ટાફે અલગ અલગ કોર્ટમાં રહેલા જજને તાબડતોબ રેસ્ટરૂમ અથવા ઓફીસની અંદર બંધ કરી દેવામાં આવ્યા હતા. અડધા કલાક બાદ પોલીસ આ બિલ્ડિંગમાં પ્રવેશી હતી. અડધા કલાક બાદ પોલીસ આ બિલ્ડિંગમાં દાખલ થઇ. ત્યાર બાદ તમામ જજોને પોલીસ સિક્યોરિટીમાં બિલ્ડિંગની બહાર લવાયા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT