પાકિસ્તાનનું આર્થિક સંકટ ભારત માટે ખતરનાક સાબિત થશે, નિષ્ણાંતોએ આપી ગંભીર ચેતવણી
નવી દિલ્હી : મોંઘવારી અને દેવા તળે દબાયેલું પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટ સામે જઝુમી રહ્યું છે. પાકિસ્તાન માટે મુશ્કેલીઓ ઓછી થાય તેવું નથી લાગી રહ્યું.…
ADVERTISEMENT
નવી દિલ્હી : મોંઘવારી અને દેવા તળે દબાયેલું પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટ સામે જઝુમી રહ્યું છે. પાકિસ્તાન માટે મુશ્કેલીઓ ઓછી થાય તેવું નથી લાગી રહ્યું. દેશમાં ઘટી રહેલી વિદેશી મુદ્રા ભંડાર વચ્ચે સમગ્ર પાકિસ્તાનમાં અફડા તફડીનો માહોલ જોવા મળી રહ્યો છે. સરકારી ખાદ્ય વિતરણ કેન્દ્ર પર ભોજન મેળવવા માટે લોકો વચ્ચે મારામારી જોવા મળી રહી છે.
પાકિસ્તાની પૈસો ડોલર સામે 260 રૂપિયાના સ્તરે પહોંચ્યો
પાકિસ્તાની રૂપિયા 50 ટકા ઘટીને એક ડોલરની સામે 260 રૂપિયા પહોંચી ચુક્યો છે. સ્થિતિ એવી છે કે, પાકિસ્તાન ઇન્ટરનેશનલ બાસ્કેટ કેસ (એવો દેશ જેની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ હોય)બનવા તરફ અગ્રેસર છે. ભારતીય વિશ્લેષકોએ આશંકા વ્યક્ત કરી છે કે, પાકિસ્તાનમાં ચાલી રહેલા આર્થિક સંકટ સહિત સમગ્ર ક્ષેત્ર માટે ખતરનાક પરિણામ લાવી શકે છે.
પાકિસ્તાન બેલઆઉટ પેકેજ માટે તલપાપડ
ગંભીર આર્થિક સંકટ વચ્ચે શહબાજ શરીફ સરકારે બેલ આઉટ પેકેજ માટે આઇએમએફ (આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ) સાથે વાતચીત શરૂ કરી છે. જો કે વિશ્લેષકોનુ કહેવું છે કે, આ લોન રાજનીતિક રીતે આકરી શરતો સાથે જ શક્ય છે. આઇએમએફની શરતોના કારણે જનતા પર મોંઘવારીનો બોજો વધે તે નિશ્ચિત છે.
ADVERTISEMENT
IMF બેલઆઉટ પેકેજની નિષ્ફળતા ખાળવા ભારત પર હુમલો થઇ શકે
ભારતીય વિશ્લેષકોનું કહેવું છે કે, આઇએમએફની શરતોને નહી માનવાના કારણે ન માત્ર પાકિસ્તાનમાં ચરમપંથીઓ અને રાજનીતિક અસ્થિરતા વધશે પરંતુ જનતાનું ધ્યાન હટાવવા માટે પાકિસ્તાન કોઇ અપ્રત્યક્ષ કાર્યવાહી પણ કરી શકે છે. જેમાં બીજા દેશો સાથે દુશ્મની પર ધ્યાન કેન્દ્રીત કરવાના પ્રયાસોનો પણ સમાવિષ્ટ હોઇ શકે છે.
પાકિસ્તાન પોતાના આંતરિક સ્થિતિને ખાળવા જનતાનું ધ્યાન હટાવવા ગમે તે સ્તરે જશે
પાકિસ્તાનમાં ભારતના રાજદુત રહી ચુકેલા ટીસીએ રાઘવનનું કહેવું છે કે, પાકિસ્તાનમાં હાલના આર્થિક સંકટ પહેલાથી જ રાજનીતિક સંકટને આગળ વધારી રહ્યા છે. પાકિસ્તાનને લોન આપવા માટે આઇએમએફ તરફથી જે શરતો લગાવવામાં આવી શકે છે, તેઓ નિશ્ચિત રીતે થોડા સમય માટે રાજનીતિક પડકારો લાવશે.
ADVERTISEMENT
રાઘવને કહ્યું કે, ભુતકાળમાં આર્થિક સંકટને પહોંચી વળવા માટે પાકિસ્તાન પોતાની ભૂ-રણનીતિક સ્થિતિનો ફાયદો ઉઠાવતું હતું. પોતાના વૈશ્વિક સહયોગીઓને જમીનનો ઉપયોગ કરવા દેવાને બદલે નાણા પડાવતું હતું. જો કે હવે આ રણનીતિ નિષ્ફળ થઇ ચુકી છે. પાકિસ્તાન સરકાર માટે મોટી સમસ્યા આ જ છે.
ADVERTISEMENT
લશ્કરી શાસન કે આતંકવાદીઓ પણ કબજો કરી શકે છે
ભારતના પૂર્વ રાજદ્વારી રાજીવ ડોગરાએ કહ્યું કે, પાકિસ્તાનને ભારતમાં એક મોટા બજારનો ફાયદો મળશે. ભારતથી પાકિસ્તાન ખુબ જ સસ્તી ઉર્જા આયાત કરી શકે છે. જો કે ગત્ત રેકોર્ડને જોતા પાકિસ્તાન ભારતની સાથે વ્યાપાર કરવા માટે કદાચ જ તૈયાર હોય. પાકિસ્તાનની હાલની આર્થિક અને રાજનીતિક અસ્થિરતા આતંકવાદી સમુહોને વિકસવા માટે આદર્શ છે. તેવામાં પોતાની સમસ્યાઓને બીજા તરફી ખાસ કરીને ભારત તરફ વાળવાનો પાકિસ્તાનનો ઇતિહાસ રહ્યો છે.
ADVERTISEMENT