‘સીમાથી બચીને રહેજે સચિન,’ પાકિસ્તાની બહેનપણીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: પાકિસ્તાનના કરાચીથી ચાર બાળકો સાથે યુપીના ગ્રેટર નોઈડાના રબુપુરા આવેલી સીમા અને સચિનની લવ સ્ટોરી વિશે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. બીજી તરફ હવે સરહદ પાર પાકિસ્તાન તરફથી પણ સીમા વિશે રોજેરોજ નવી વાતો બહાર આવી રહી છે. સીમાના કથિત પૂર્વ બોયફ્રેન્ડ ઓસામા બાદ હવે વધુ એક ઈન્ટરવ્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં સૈયદ બાસિત અલી નામનો શખ્સ બુરખામાં બેઠેલી મહિલા સાથે વાત કરી રહ્યો છે. મહિલા પોતાને સીમાની બાળપણની મિત્ર ગણાવી રહી છે.

વાતચીતની શરૂઆતમાં મહિલા કહે છે કે, સીમાને ક્રિકેટ સૌથી વધુ ગમે છે. ગેમ માટે ખૂબ સાયકો છે. તે એક મોટી ચીટર છે. મહિલાએ દાવો કર્યો હતો કે, તે જાણતી હતી કે તે ભારત જઈ રહી છે. જ્યારે તેને ખબર પડી કે તે મુસ્લિમ બન્યા પછી હિંદુ ધર્મ અપનાવી રહી છે ત્યારે તેણે સીમાનો અસલી ચહેરો બધાની સામે લાવવાનું વિચાર્યું.

લગભગ બે મિનિટ અને 20 સેકન્ડના વિડિયોમાં સાંભળી શકાય છે કે યુવક, જે પોતાને સૈયદ બાસિત અલી કહે છે, તે સીમાની કથિત બાળપણના મિત્રને પૂછે છે કે, શું આ વીડિયો જોયા પછી સીમા તેને ઓળખશે? મહિલા જવાબમાં કહે છે કે, આ જોઈને તેના પગ નીચેથી જમીન સરકી જશે. પછી છોકરો પૂછે છે કે સીમા કઈ ગેમ રમે છે અને પસંદ કરે છે. મહિલાનું કહેવું છે કે સીમાને PUBG કરતાં ક્રિકેટ વધુ ગમે છે. તેના ઘણા મિત્રો (પુરુષો) છે. તે દરેક સાથે આવું જ કરે છે. યુવતીના આક્ષેપોનો ઉશ્કેરાટ અહીં જ સમાપ્ત થયો ન હતો. તેણે કહ્યું કે, સીમા ડ્રામા કરી રહી છે. તેને ક્યાંય શાંતિ નહીં મળે. સીમાએ ક્રિકેટ મેચ જોવા ભારત જવાની વાત કરી હતી. જોકે ત્યાં જઈને ડ્રામા શરૂ થઈ ગયો છે.

ADVERTISEMENT

પછી યુવક પ્રશ્ન પૂછે છે કે, તમે તમારી મિત્રનું રહસ્ય કેમ જાહેર કરી રહ્યા છો, તો મહિલા કહે છે કે તેને તેની જરૂર નથી અને તેણે દીન સાથે છેતરપિંડી કરી છે. તે હિન્દુઓને પણ છેતરી રહી છે. તે કંઈપણ કરી શકે છે. મુસ્લિમ બન્યા પછી જેમ હિન્દુ બની આ બાદ તે કંઈપણ કરી શકે છે. ખ્રિસ્તી પણ બની શકે છે. આ સાથે વીડિયોમાં યુવતી સીમાના પ્રેમી સચિનને પણ સાવધાન રહેવાની સલાહ આપે છે.

    follow whatsapp

    ADVERTISEMENT