India Vs Pak: ભારત સામે પાકિસ્તાનની ટીમ આજે કાળી પટ્ટી બાંધીને રમવા ઉતરશે, જાણો શું છે કારણ
દુબઈ: એશિયા કપ 2022 સીઝનની બીજી મેચ આજે રમાશે. આ મેચ ભારત અને પાકિસ્તાનની ટીમ સામ સામે હશે. આ મુકાબલો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમય…
ADVERTISEMENT
દુબઈ: એશિયા કપ 2022 સીઝનની બીજી મેચ આજે રમાશે. આ મેચ ભારત અને પાકિસ્તાનની ટીમ સામ સામે હશે. આ મુકાબલો દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર સાંજ 7.30 વાગ્યાથી રમાશે.
આ મેચમાં પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ‘કાળી પટ્ટી’ બાંધીને ઉતરશે. ટીમે આ નિર્ણય પાકિસ્તાનમાં આવેલા પૂરના કારણે જીવ ગુમાવનારા અને પીડિતોને સપોર્ટ કરવા માટે લીધો છે. આ વાત પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમે પ્રેસ કોન્ફરન્સમાં જણાવી હતી.
ઔપચારિક નિવેદનમાં આપી જાણકારી
પાકિસ્તાની ક્રિકેટ બોર્ડના એક અધિકારીઓ નિવેદન જારી કર્યું. તેમાં કહ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમ એશિયા કપમાં આજે પોતાની પહેલી મેચ ભારતીય ટીમ વિરુદ્ધ રમશે. આ મેચમાં પાકિસ્તાની ટીમ કાળી પટ્ટી બાંધીને રમશે. આ પાકિસ્તાનમાં પૂર પીડિતોને સપોર્ટ કરવા માટે કરાયો છે.
ADVERTISEMENT
બાબરે પણ પૂર પીડિતો માટે દુઆ માગી
મેચથી એક દિવસ પહેલા બાબર આઝમે પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાનમાં આવેલા પૂરને લઈને વાત કરી હતી. તેમણે લોકોને પૂર પીડિતોને મદદ કરવા માટે અને તેમના માટે દુઆ કરવા અપીલ કરી હતી. બાબરે કહ્યું હતું કે, અમારા દેશ માટે હાલ મુશ્કેલ સમય ચાલી રહ્યો છે. અમે તમામ પૂર પીડિતો માટે દુઆ કરી રહ્યા છીએ.
3 કરોડથી વધુ લોકો પૂરથી પ્રભાવિત
નોંધનીય છે કે, પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા, બલુચિસ્તાન અને સિંઘ પ્રાંતના મોટાભાગના વિસ્તારોમાં ભીષણ પૂર આવ્યું છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, પાકિસ્તાનમાં 3 કરોડથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. તેમાં 1 હજારથી વધુ લોકોના મોત થયા છે. ત્રણેય પ્રાંતની સ્થિતિ ખૂબ જ ખરાબ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT