બોર્ડર પર ફરી બેનકાબ થયું પાકિસ્તાન! કેમેરામાં કેદ થયા 3 ઘુસણખોર, સેનાએ 1ને ઠાર કર્યો 2 ને પકડ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

પુંછ : નિયંત્રણ રેખા (LOC) પર પાકિસ્તાનનું નાપાક ષડયંત્ર ફરી એકવાર સામે આવ્યું છે. તે અનેકવાર એવા દાવા કરે છે કે, તેની જમીન પર આતંકવાદીઓને આશ્રય આપવામાં આવતો નથી. પરંતુ પાકિસ્તાનની સરહદથી ભારતીય સરહદમાં આતંકવાદીઓની ઘૂસણખોરીનો એક વીડિયો સામે આવ્યો છે. ઘૂસણખોરીના આ પ્રયાસને નિષ્ફળ કરતાં સેનાએ એક આતંકીને ઠાર કર્યો અને બેને પકડી લીધા. જમ્મુ અને કાશ્મીરના પૂંચમાં ભારતીય સેનાએ શનિવાર-રવિવારની વચ્ચેની રાત્રે આતંકવાદી ઘૂસણખોરીના મોટા કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે.

જવાનોને જમ્મુ ડિવિઝનમાં ઘુસણખોરીનો પ્રયાસ કરાયો હતો
જવાનોને જમ્મુ ડિવિઝનના પૂંચ સેક્ટરમાં નિયંત્રણ રેખા (LOC) પર આતંકવાદી ગતિવિધિનો સંકેત મળ્યો હતો. આના પર જવાનોએ ચાર્જ સંભાળ્યો અને વાડ પાસે આતંકીઓને પડકાર ફેંક્યો. આ દરમિયાન સેના દ્વારા અનેક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સૂત્રોનું કહેવું છે કે, ઓપરેશન દરમિયાન જવાનોને બે આતંકીઓને પકડવામાં સફળતા મળી હતી. તેમાંથી એક આતંકવાદી ઘાયલ અવસ્થામાં મળી આવ્યો હતો. જ્યારે સર્ચ ઓપરેશનમાં એક આતંકીનો મૃતદેહ મળી આવ્યો હતો. પકડાયેલા આતંકવાદીઓ પાસેથી કોઈ હથિયાર મળ્યું નથી. આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

ફેબ્રુઆરીમાં તંગધારમાં પણ ઘુસણખોરીનો પ્રયાસ થયો હતો
ફેબ્રુઆરીમાં તંગધાર સેક્ટરમાં ઘૂસણખોરીનો પ્રયાસ થયો હતો. પ્રયાસને નિષ્ફળ બનાવાયો હતો. ઘૂસણખોરી વિરોધી ગ્રીડમાં તૈનાત સૈનિકોને અંકુશ રેખા પાર ત્રણ આતંકવાદીઓ વિશે બાતમી મળી હતી. આતંકવાદીઓ એલઓસીની વાડ પાસે આવી રહ્યા હતા, ત્યારે જવાનોએ આતંકવાદીઓને પડકાર્યા. આ પછી ભીષણ ગોળીબાર થયો હતો. જેમાં એક આતંકી માર્યો ગયો હતો, જ્યારે બીજો ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઘાયલ આતંકવાદી તેના ત્રીજા આતંકવાદી સાથી સાથે અંધારાનો લાભ લઈને ભાગી ગયો હતો.

ADVERTISEMENT

જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરાયું
આ પછી સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં માર્યા ગયેલા આતંકવાદી પાસેથી એક એકે શ્રેણીની રાઈફલ, છ મેગેઝીન, બે ગ્રેનેડ અને અન્ય સામગ્રી મળી આવી હતી. જાન્યુઆરીમાં પુંછ જિલ્લામાં ઘૂસણખોરીનો પ્રયાસ થયો હતો. આ પહેલા જાન્યુઆરીમાં પૂંચ જિલ્લામાં આતંકવાદીઓની ઘૂસણખોરીનો પ્રયાસ થયો હતો. તેના પર સુરક્ષા દળોએ ઓપરેશન બાલાકોટ શરૂ કર્યું અને બાલાકોટ સેક્ટરમાં બે આતંકીઓને ઠાર કર્યા. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો, દારૂગોળો અને અન્ય સામગ્રી મળી આવી હતી.

7 જાન્યુઆરીએ પણ બાલાકોટ સેક્ટરમાં ઘુસણખોરીનો પ્રયાસ
આપને જણાવી દઈએ કે, 7 જાન્યુઆરીના રોજ સાંજે લગભગ 7 વાગે સૈનિકોએ બાલાકોટ સેક્ટરમાં નિયંત્રણ રેખા પારથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા બે આતંકવાદીઓની શંકાસ્પદ પ્રવૃત્તિ જોઈ. તરત જ નિયંત્રણ રેખા અને વાડ પરના સૈનિકોને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. આ પછી લગભગ 7.45 વાગ્યે ઘૂસણખોરી કરનારા આતંકવાદીઓ તરફથી જોરદાર વિસ્ફોટ કરવામાં આવ્યો. આ પછી 7.50 મિનિટે સૈનિકોએ વાડ પાસે હિલચાલ જોઈ. આના પર આતંકીઓએ નિશાન બનાવીને ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જ્યારે ગોળીબાર બંધ થયો, ત્યારે સૈનિકોએ તેઓ ભાગી ન જાય તે માટે ફરીથી ઘેરો કર્યો હતો. આ દરમિયાન વિસ્તાર પર ચાંપતી નજર રાખવા માટે ક્વોડકોપ્ટર અને અન્ય સાધનો લગાવવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

સૈનિકોની સુઝબુઝથી હથિયારો સાથે આતંકવાદીઓ મળી ચુક્યા છે
સૈનિકોએ બીજા દિવસે સવારે 2 વાગ્યે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન બે મૃતદેહો, હથિયારો, મેગેઝીન, દારૂગોળો અને અન્ય સામગ્રી મળી આવી હતી. જેમાં એક AK-47 રાઈફલ, એક મોડિફાઈડ AK-56 રાઈફલ અને તેના 21 કારતૂસ અને બે મેગેઝીન, એક મેગેઝીન સાથેની એક ચાઈનીઝ પિસ્તોલ અને પાંચ કારતૂસ, બે ચાઈનીઝ હેન્ડ ગ્રેનેડ, બે હાઈ એક્સપ્લોઝીવ આઈઈડી અને એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT