ઓનલાઇન મિત્રતામાં ડીસાની પરિણીત યુવતી ફસાઈ: યુવકે ફોટો-વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધા
ધનેશ પરમાર.બનાસકાંઠાઃ મોબાઈલ યુગમાં મિત્રતા કેળવી વાર્તાલાપ કરવા અનેક ચેટિંગ એપ્લીકેસન ઉપલબ્ધ છે. ત્યારે મિત્રતા કેળવી એક યુવકે ડીસાની એક પરણિત યુવતી સાથે સ્નેપચેટ પર…
ADVERTISEMENT
ધનેશ પરમાર.બનાસકાંઠાઃ મોબાઈલ યુગમાં મિત્રતા કેળવી વાર્તાલાપ કરવા અનેક ચેટિંગ એપ્લીકેસન ઉપલબ્ધ છે. ત્યારે મિત્રતા કેળવી એક યુવકે ડીસાની એક પરણિત યુવતી સાથે સ્નેપચેટ પર સબંધ કેળવ્યો હતો. જોકે મિત્ર ભાવની આ સોશિયલ મીડિયા એક્ટિવિટીનો યુવકે દુરુપયોગ કર્યો હતો. યુવતી પાસે પૈસા સહિતની વિવિધ માંગ કરતા, યુવતીએ કંટાળી ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
સ્નેપચેટ પર સ્કોર વધારવાનું યુવતીને ભારે પડ્યું
ઓનલાઇન ચેટીંગ હાલના યુગમાં ફેશન અને વ્યસન બની છે. જોકે તેનો ગેરફાયદો ઉઠાવતા તત્વો નિર્દોષ ભાવે મિત્રતા કેળવતી યુવતી પાસેથી ઉઠાવે છે. તે બાદ યુવતીઓને તાબે થવા તેમજ અનેક કેસોમાં યુવતીઓને બ્લેકમેલિંગ પણ કરાય છે. ત્યારે ડીસાની એક પરણિત યુવતી સાથે આવી જ બ્લેમેઇલિંગની ઘટના બની હતી. જેમાં ડીસાની મૂળ રહીશ યુવતી પરણિત હોઇ ગાંધીનગર રહેતી હતી. જે સ્નેપચેટ પર સ્કોર વધારવા અવાર નવાર સ્ટ્રિક મૂકતી હતી.
સોમનાથ પર ખીલજી-ગજનીના હુમલા પછી સૌરાષ્ટ્ર છોડી ગયેલા 5000 તમિલિયનોનો થશે સંગમઃ હર્ષ સંઘવી
યુવતી તાબે ન થઈ તો વાયરલ કર્યા ફોટો-વીડિયો
જેમાં એક યુઝરે યુવતી પર ફ્રેન્ડ રિકવેસ્ટ મૂકી મિત્રતા કેળવી હતી. તે બાદ ગાંધીનગર અવાર નવાર યુવતીને મળવા જઈ તેની સાથે ફોટો અને વીડિયો પણ પડાવ્યા હતા. જોકે તે બાદ યુવકનું પોત પ્રકાશ્યું હતું અને તેણે યુવતીને બ્લેમેઇલ કરવાનું શરૂ કરી પૈસાની માંગણી શરૂ કરી હતી. જોકે યુવતી તાબે ન થયા યુવતીના આપત્તિજનક ફોટો અને વીડિયો તેના પતિને મોકલવાની ધમકીઓ આપી હતી. યુવતી તે બાદ પણ તાબે ન થતાં આ યુવકે સોશિયલ મીડિયામાં એક આઇડી બનાવી, યુવતી સાથે થયેલ ચેટ, ફોટા અને વીડિયો વાયરલ કર્યા હતા. જેથી યુવતીએ આ મામલે ડીસા ઉત્તર પોલીસમાં તેને બ્લેમેઇલ કરનાર યુવક વિરૂદ્ધ ફરિયાદ કરી છે.
ADVERTISEMENT
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT