કોવિન પોર્ટલ ડેટા લીક કેસમાં બિહારથી એકની ધરપકડ, ડેટા ટેલિગ્રામ પર શેર કરવામાં આવ્યો હતો

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: પોલીસે કોવિન એપ ડેટા લીક કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના IFFSO યુનિટે આ કેસમાં બિહારના એક વ્યક્તિની ધરપકડ કરી છે. બે અઠવાડિયા પહેલા આ મામલે ડેટા લીકની માહિતી સામે આવી હતી. એક બોટે ટેલિગ્રામ પર આ અંગેની માહિતી શેર કરી હતી.

આ પછી આ મામલો ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યો. TMC નેતા સાકેત ગોખલેએ ટ્વીટ કરીને ડેટા લીક અંગે જાણકારી આપી હતી. આ મામલામાં દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી હતી, જેમાં પ્રથમ ધરપકડ કરવામાં આવી છે.

માહિતી કેવી રીતે લીક થઈ?
સૂત્રોએ માહિતી આપી છે કે ધરપકડ કરાયેલ વ્યક્તિએ ટેલિગ્રામ પર આ માહિતી શેર કરી હતી. હકીકતમાં, ધરપકડ કરાયેલ વ્યક્તિની માતા બિહારમાં હેલ્થ વર્કર (નર્સ) છે. સૂત્રોનું માનીએ તો માતા પાસેથી મળેલી માહિતીના આધારે જ આરોપીઓ સુધી પહોંચ્યો હતો.આ કેસમાં આરોપીની માતાની પણ તપાસ ચાલી રહી છે. આ કેસમાં આરોપીએ ટેલિગ્રામ બોટ બનાવ્યો હતો અને તેના દ્વારા કોવિન પોર્ટલનો ડેટા શેર કર્યો હતો.

ADVERTISEMENT

જાણો શું કહ્યું હતું સરકારે
થોડા સમય પહેલા કોવિન પોર્ટલ પરથી ડેટા લીકનો મામલો સામે આવ્યો હતો. ટેલિગ્રામ બોટ દ્વારા શેર કરવામાં આવેલ ડેટામાં યુઝરનું લિંગ, જન્મ તારીખ, આધાર વિગતો, સરનામું, રસીકરણ કેન્દ્ર અને અન્ય વિગતોનો સમાવેશ થાય છે. 12 જૂનના રોજ, આરોગ્ય મંત્રાલયે આ મામલે એક પ્રેસ રિલીઝ જારી કરી, જે મુજબ ટેલિગ્રામ બોટ CoWIN એપ્લિકેશન પ્રોગ્રામિંગનો ઉપયોગ કરી રહ્યો ન હતો. આ મામલે કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે CERT-Inએ તેની તપાસ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ડેટા સીધો CoWIN પોર્ટલ પરથી લીક થયો નથી. સરકારે કહ્યું હતું કે બોટ અગાઉ લીક થયેલા ડેટાનો ઉપયોગ કરી રહ્યો હતો. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ કિસ્સામાં, ટેલિગ્રામ પાસેથી બોટ અને તેની બનાવટ વિશેની માહિતી માંગવામાં આવી હતી.

પોલીસ સોંપશે રિપોર્ટ
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલનું IFFSO યુનિટ આજે સ્વાસ્થ્ય મંત્રાલયને કોવિન પોર્ટલ સંબંધિત રિપોર્ટ સુપરત કરશે. રિપોર્ટમાં જણાવવામાં આવશે કે કોવીન પોર્ટલમાં શું ખામીઓ છે અને તેને કેવી રીતે વધુ સુરક્ષિત બનાવી શકાય છે. આ મામલે TMC નેતા સાકેત ગોખલેએ ટ્વિટર પર ડેટા લીકની વાત કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT