ઓપી રાજભર પણ ધુતરાષ્ટ્ર સાબિત થશે? ભાજપ તરફી પ્રેમ આ કારણે ઉભરાયો હતો !

ADVERTISEMENT

gujarattak
social share
google news

લખનઉ : સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરના સુરમાં જ્યારથી ભાજપ માટે નરમાશ આવી છે ત્યારથી ચર્ચાઓ શરૂ થઇ ચુકી છે.ટુંક જ સમયમાં તેમના પુત્ર અરવિંદ રાજભર ભાજપમાંથી વિધાનપરિષદની ચૂંટણી લડે તેવી શક્યતા છે. રાજભરના નજીકનાં સુત્રોનું કહેવું છે કે, અરવિંદ ટુંક જ સમયમાં ભાજપમાં જોડાવાની ઔપચારિક જાહેરાત કરી શકે છે.

અચાનક જ યુપીની રાજનીતિમાં નવા સંકેત જોવા મળી રહ્યા છે. સમાજવાદી પાર્ટી ગઠબંધનમાં જોડાઇને યુપી વિધઆનસભા ચૂંટણીમાં ઉતરનારા ઓમપ્રકાશ રાજભરે હવે સપાના વડા અખિલેશ યાદવ પર આક્રમક વલણ અપનાવવાનું શરૂ કર્યું છે. જે પ્રકારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના તેઓ ગુણગાન ગાઇ રહ્યા છે, તેના પરથી સ્પષ્ટ રીતે વર્તાઇ રહ્યું છે કે, કંઇક તો રંધાઇ રહ્યું છે.

હાલ વિધાનપરિષદની 2 સીટો પર ઉમેદવારીની નોંધણી શરૂ થઇ ચુકી છે. 11 ઓગષ્ટે આ અંગે મતદાન પણ થઇ શકે છે. તેવામાં શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ઓમપ્રકાશ રાજભર હવે ભાજપ તરફી ઝુકી રહ્યા છે. તેની પાછળનું કારણ ધુતરાષ્ટ્રની જેમ પુત્ર મોહ હોઇ શકે છે. ટુંક જ સમયમાં તેમનો પુત્ર વિધાનપરિષદનું ફોર્મ ભાજપ તરફથી ભરે તો નવાઇ નહી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT