Threads ના સિમ્બોલમાં ૐ: માર્ક જકરબર્ગની યાત્રાની ઉંડી અસર એપ પર જોવા મળી
નવી દિલ્હી : ફેસબુક અને ઇંસ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાની બહુપ્રતીક્ષિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થ્રેડ્સ લોન્ચ થઇ ચુક્યું છે. થ્રેડ્સ એક ટેક્સ્ટ આધારિત સોશિયલ મીડિયા…
ADVERTISEMENT
નવી દિલ્હી : ફેસબુક અને ઇંસ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાની બહુપ્રતીક્ષિત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર થ્રેડ્સ લોન્ચ થઇ ચુક્યું છે. થ્રેડ્સ એક ટેક્સ્ટ આધારિત સોશિયલ મીડિયા એપ છે. જેને એલન મસ્કે ટ્વીટરની પ્રતિદ્વંદી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ એપ હાલ સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ચુકી છે. જુકરબર્ગનો દાવો છે કે અત્યાર સુધીમાં તેમાં એક કરોડ કરતા પણ વધારે લોકો તેને ડાઉનલોડ કરી ચુક્યા છે. આ એપ અંગે લોકોમાં તેના પ્રત્યે ઉત્સુકતા પણ છે. તો આવો જાણીએ થ્રેડ્સ અંગે તમાર જરૂરી સવાલોનો જવાબ મેળવવોપણ જરૂરી છે.
થ્રેડ્સ એક ટેક્સ્ટ આધારિત સોશિયલ મીડિયા એપ છે. એલન મસ્કના માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વીટરની ટક્કરમાં મેટાના સીઇઓ માર્ક જુકરબર્ગે થ્રેડ્સ એપને ગુરૂવારે લોન્ચ કરી છે. જેની માહિતી જુકરબર્ગે એક ફેસબુક પોસ્ટમાં આપી છે. જો કે થ્રેડના લોગો તરફ ખુબ જ ઓછા લોકોની નજર જઇ રહી છે.
થ્રેડ ઉપરાંત ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સહિતના અનેક સોશિયલ મીડિયા એપની પેરેન્ટ કંપનીના CEO માર્ક જકરબર્ગ પર ભારત અને હિન્દુધર્મનો ઉંડો પ્રભાવ જોવા મળે છે. થ્રેડના સિમ્બોલમાં પણ હિંદુ ધર્મની ઉંડી છાપ જોવા મળી રહી છે. થ્રેડનો સિમ્બોલ ૐ ની ખુબ જ નજીકનો છે. ધ્યાનથી જોતા તે ૐ જેવો જ સિમ્બોલ લાગી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જકરબર્ગ પર હિંદુ ધર્મ અને કૈચી આશ્રમના નીમ કરોલી બાબાનો ઉંડો પ્રભાવ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
મેટાનું આ નવું એપ ઇન્સ્ટાગ્રામ દ્વારા પણ એક્સેસ થઇ શકે છે. આ દેખાવમાં પણ ટ્વીટર જેવું જ છે. થ્રેડ્સમાં રિયલ ટાઇમ ફીડ મળશે. તેના ફીચર્સ અને ઇન્ટરફેસ ટ્વીટર જેવા જ છે. એપમાં યુઝર્સ માઇક્રોબ્લોગિંગ, લાઇક્સ, રિપોર્ટ કરી શકે છે. આ ઉપરાંત યુઝર્સ ક્વો ટ્વીટિંગ જેવા જ એક થ્રેડ ને ક્વોટ પણ કરી શકીએ છીએ.
ADVERTISEMENT