36th National Games: ઓલિમ્પિક મેડલિસ્ટ વેઈટલિફ્ટર મીરાબાઈએ ગોલ્ડ જીત્યો, સંજીતાને માત આપી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ વિજેતા વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ પણ 36મી નેશનલ ગેમ્સમાં ભવ્ય પદાર્પણ કર્યું હતું. તેણે શુક્રવારે વેઈટલિફ્ટિંગ 49 કિગ્રા વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. મીરાબાઈએ કુલ 191 કિલો વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. મીરાએ ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ તેમજ આ વર્ષે બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે નેશનલ ગેમ્સમાં સ્નેચ રાઉન્ડમાં 84 કિગ્રા અને ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં 107 કિગ્રા વજન ઉપાડ્યું હતું.

મીરાબાઈની આ બીજી રાષ્ટ્રીય રમત છે. ફાઇનલમાં તેણે સંજીતા ચાનુને ચાર કિલોના માર્જિનથી હરાવી હતી. સંજીતાએ કુલ 187 કિલો વજન ઉપાડ્યું હતું. સ્નેચ રાઉન્ડમાં સંજીતાએ 82 કિગ્રા અને ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં 105 કિગ્રા વજન ઉઠાવીને સિલ્વર મેડલ જીત્યો હતો. બીજી તરફ ઓડિશાની સ્નેહા સોરેને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સ્નેહાએ સ્નેચ રાઉન્ડમાં 73 કિલો અને ક્લીન એન્ડ જર્ક રાઉન્ડમાં 96 કિલો વજન ઉપાડ્યું હતું.

મીરાબાઈએ ખુલાસો કર્યો કે તેના ડાબા કાંડામાં થયેલી ઈજાની સારવાર ચાલી રહી હતી, જેના કારણે તેણે બંને રાઉન્ડમાં ત્રીજા પ્રયાસમાં ભાગ લીધો ન હતો. મેચ બાદ મીરાએ કહ્યું- તાજેતરમાં NIS, પટિયાલામાં ટ્રેનિંગ દરમિયાન મારા ડાબા કાંડામાં ઈજા થઈ હતી. તે પછી મેં ખાતરી કરી કે આ વધુ ગંભીર ન હોય.

ડિસેમ્બરમાં મારે વર્લ્ડ ચેમ્પિયનશિપ પણ રમવાની છે
મીરાબાઈએ વધુમાં કહ્યું- નેશનલ ગેમ્સમાં મણિપુરનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે ગર્વની ક્ષણ છે. જ્યારે મને ઓપનિંગ સેરેમનીમાં ટીમનું નેતૃત્વ કરવાનું કહેવામાં આવ્યું ત્યારે મારો ઉત્સાહ બમણો થઈ ગયો હતો. સામાન્ય રીતે ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવી એક પડકાર છે કારણ કે બીજા જ દિવસે મારી ઇવેન્ટ છે, પરંતુ આ વખતે મને લાગ્યું કે મારે મારી જાતને પડકાર આપવો જોઈએ. મીરાબાઈનું લક્ષ્ય આ વર્ષે વર્લ્ડ ચેમ્પિયનશિપ અને આવતા વર્ષે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવાનું છે.

ADVERTISEMENT

સિલ્વર મેડલિસ્ટ સંજીતાએ કહ્યું- આ મારા માટે ખાસ ક્ષણ છે, પરંતુ મીરાબાઈને અભિનંદન પાઠવી રહી છું. તે તેના શાનદાર પ્રયાસ માટે પ્રશંસાને પાત્ર છે. રાષ્ટ્રીય રમતોમાં ભાગ લેવો અને મારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરવું મને ઘણુ જ સારું લાગે છે. છેલ્લી વખત (કેરળ 2015માં) મેં લોઅર વેઇટ કેટેગરીમાં ગોલ્ડ જીત્યો હતો, પરંતુ સાત વર્ષ પછી સ્પર્ધાનું સ્તર ચોક્કસપણે સારુ થઈ જાય છે.

    follow whatsapp

    ADVERTISEMENT