વંદે ભારત ટ્રેનની ટક્કરે ગાય 30 મીટર દૂર શૌચ કરતા વૃદ્ધ પર પડી, ગાયનું મોત, વૃદ્ધનું શું થયું?

ADVERTISEMENT

gujarattak
social share
google news

અલવર: રાજસ્થાનમાં વંદે ભારત ટ્રેનની ગાય સાથે ટક્કર થયા બાદ વૃદ્ધનું વિચિત્ર રીતે આકસ્માતમાં મોત નિપજ્યું હતું. ટ્રેનની ટક્કરથી ગાય લગભગ 30 મીટર દૂર જઈને પડી. દુર્ઘટનામાં ગાયની ઝપેટમાં આવી જતા ત્યાં નજીક ઊભેલા એક વૃદ્ધનું મોત થઈ ગયું. આ મામલે પોલીસે બુધવારે સવારે વૃદ્ધનું હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવીને મૃતદેહ પરિજનોને સોંપી દીધો છે.

રેલવે ટ્રેક પર ગાય આવી જતા અકસ્માત
અલવરમાં અરાવલી વિહાર પોલીસ સ્ટેશનના અધિકારી જહીર અબ્બાસે જણાવ્યું કે, દિલ્હીથી અજમેર જતી વંદે ભારત એક્સપ્રેસ મંગળવારે રાત્રે 8 વાગ્યે કાલીમોરી ફાટક પાસેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન ટ્રેક પર ગાય આવી અને ટ્રેન ટકરાઈ ગઈ. ટ્રેનની ટક્કર લાગતા ગાય ઉછળીને લગભગ 30 મીટર દૂર જઈને પડી. આ દરમિયાન ત્યાં શૌચ કરવા આવેલા 82 વર્ષના વૃદ્ધ શિવદયાલ શર્મા પણ ગાયની ઝપેટમાં આવી ગયા અને બંનેનું સ્થળ પર જ મોત નિપજ્યું.

અન્ય એક વ્યક્તિ ગાયની ચપેટમાં આવતા બચ્યો
ઘટનાની સૂચના મળ્યા બાદ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ કર્યા બાદ મૃતક શિવદયાળના શબને હોસ્પિટલમાં મૂકાવ્યો હતો. હાલમાં પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને તેને પરિજનોને સોંપી દીધો છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટના દરમિયાન નજીકમાં અન્ય એક વ્યક્તિ પણ ઊભો હતો, જે ગાયની ચપેટમાં આવતા બચી ગયો હતો.

ADVERTISEMENT

રેલવેના નિવૃત્ત કર્મચારી હતા મૃતક
પરિજનોના જણાવ્યા મુજબ, મૃતક શિવદયાલ શર્મા રેલવેમાં ઈલેક્ટ્રિશિયન હતા. લગભગ 22 વર્ષ પહેલા તેઓ નિવૃત્ત થઈ ગયા હતા. મંગળવારે રાત્રે તેઓ રેલવેના પાટા નજીક ખુલ્લામાં શૌચ કરવા માટે ગયા હતા. આ દરમિયાન વંદે ભારત ટ્રેનની ટક્કરથી ઉછળીને ગાય તેમને પર પડી. જેમાં શિવદયાલનું મોત થઈ ગયું.

    follow whatsapp

    ADVERTISEMENT