200-500 નું પેટ્રોલ ભરાવતા હશોને સીધો 10000 હજારનો દંડ થશે જાણો નવો નિયમ

ADVERTISEMENT

Petrol Pump Make case
Petrol Pump Make case
social share
google news

નવી દિલ્હી : પેટ્રોલ પંપ પર તમે તમારી ગાડીમાં 100-200 રૂપિયાનું પેટ્રોલ ભરાવી રહ્યા હોય અચાનક 10000 રૂપિયાનો દંડ થઇ જાય તો. દિલ્હીમાં આવુ જ કંઇક બની રહ્યું છે. હાલમાં દિલ્હી સરકાર દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી પ્રદુષણ ફેલાવનારી ગાડીઓ પર નકેલ કસવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા દરમિયાન થઇ શકે છે દંડ

જો તમે તમારી ગાડીમાં 200-500 રૂપિયાનું પેટ્રોલ ભરવા જઇ રહ્યા હો અને તે પેટ્રોલ માટે તમને 10,500 રૂપિયામાં પડે તો કેવું લાગશે. આવું જ કંઇક દિલ્હીનો પરિવહન વિભાગ અનોખો પ્રયાસ એક મહિનામાં એવું થયું છે. સીસીટીવી કેમેરાની મદદથી પ્રદૂષણ ફેલાવનારા ગાડીઓ પર નકેલ કસવાના પ્રયાસો કરી રહ્યા છે.

પરિવહન વિભાગ દ્વારા નવો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો

પરિવહન વિભાગે રાજધાની દિલ્હીના ચાર પેટ્રોલ પંપથી એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યું છે. લોકો પોતાની ગાડીમાં પેટ્રોલ ભરાવે તેટલી વારમાં કેમેરો તેમની નંબર પ્લેટનો ફોટો પાડે છે. તે સાથે જ ગાડીની કુંડળી પણ ખુલી જાય છે. તેના પરથી ખબર પડી જાય છે કે, ગાડીનું પીયુસી એટલે કે (પોલ્યુશન અંડર ચેક) સર્ટિફિકેટ છે કે નહી. આ પાયલોટ પ્રોજેક્ટ નાના સ્તર પર શરૂ કરવામાં આવે જેથી વધારે સારી રીતે તેને કારગત રીતે માહિતી મેળવી શકાય.

ADVERTISEMENT

પરિવહન વિભાગે કોઇ માહિતી આપવાનો ઇન્કાર કર્યો

આ અંગે AAJTAK એ તે અંગેની માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. જો કે પરિવહન વિભાગે કયા કયા પેટ્રોલ પંપ પર કેમેરા લાગેલા છે તેની માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો. વિભાગે કહ્યું કે, તેવી માહિતી આપવાથી લોકો તે પેટ્રોલ પંપો પર જશે નહી. જેનું નુકસાન પેટ્રોલપંપ માલિકોને થશે. આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ ટ્રાન્સપોર્ટ વિભાગનો વધારે ખરચો નથી થઇ રહ્યો. કેમેરા પેટ્રોલ પંપ પર હોય જ છે માત્ર તેઓ આ કેમેરાના એક્સેસ મેળવીને નંબર પ્લેટની માહિતી મેળવે છે. તેનો રેકોર્ડ ચેક કરીને સર્ટીફિકેટ નહી હોવાની સ્થિતિમાં તેને દંડ ફટકારવામાં આવે છે.

જો પરિવહન વિભાગના અધિકારીઓનું માનીએ તો સમગ્ર દેશમાં આવો પ્રયોગ કરનારા દિલ્હી છે. જ્યારે એક મહિનાની અંદર 800 થી વધારે લોકોને દંડ ફટકારવામાં આવ્યો. પાયલોટ પ્રોજેક્ટ સફળ થયો તો પરિવહન વિભાગ આ સ્કીમને સમગ્ર દિલ્હીમાં લાગુ કરશે. આગામી દિવસોમાં તમામ પેટ્રોલ પંપનું મોનિટરિંગ કરવામાં આવશે અને લોકોની પાસે પીયુસી નહી હોવાની સ્થિતિમાં દંડ ફટકારવામાં આવશે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT