ગલીના ગુંડાઓને શરમાવે તેવું નીતીશ કુમારનું સદનમાં નિવેદન, BJP ના મહિલા નેતા રડી પડ્યાં
નવી દિલ્હી : બિહાર વિધાનસભામાં મુખ્યમંત્રી નીતીશ કુમારના એક નિવેદન પર વિવાદ પેદા થઇ ચુક્યો છે. જનસંખ્યા નિયંત્રણ અંગે તેમના નિવેદનની ટીકા થઇ રહી છે.…
ADVERTISEMENT
નવી દિલ્હી : બિહાર વિધાનસભામાં મુખ્યમંત્રી નીતીશ કુમારના એક નિવેદન પર વિવાદ પેદા થઇ ચુક્યો છે. જનસંખ્યા નિયંત્રણ અંગે તેમના નિવેદનની ટીકા થઇ રહી છે. બિહારના ઉપમુખ્યમંત્રી તેજસ્વી યાદવે બેશક તેમના નિવેદનનું સમર્થન કર્યું છે. જો કે આ મામલે ભાજપે નીતીશ કુમારને ઘેર્યા છે.
ભાજપે બિહારે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, ભારતની રાજનીતિમાં નીતીશ બાબુ જેવા અશ્લીલ નેતા નથી જોયા. નીતીશ બાબુના મગજમાં એડલ્ટ બી ગ્રેડ ફિલ્મોમાં કીડો ઘુસી ગયો છે. જાહેર રીતે તેમના દ્વિઅર્થી સંવાદ પર પ્રતિબંધ લગાવવો જોઇએ. લાગે છે કે સંગતનો રંગ ચડી રહ્યો છે.
ADVERTISEMENT
भारत की राजनीति में नीतीश बाबू जैसा अश्लील नेता देखा नहीं होगा।
— BJP Bihar (@BJP4Bihar) November 7, 2023
नीतीश बाबू के दिमाग में एडल्ट "B" Grade फिल्मों का कीड़ा घूस गया है। सार्वजनिक रूप से इनके द्विअर्थी संवादों पर पाबंदी लगानी चाहिए।
लगता है संगत का रंगत चढ़ गया है!#MemoryLossCM #AslilNitish pic.twitter.com/WFFLrE5brT
કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે કહ્યું કે, નીતીશ કુમારનું માનસિક સંતુલન બગડેલું છે. તેમને વિધાનસભામાં જે પ્રકારે અમર્યાદિત નિવેદન આપ્યું છે. તેના કારણે તે સભ્ય સમાજનું પ્રતિનિધિત્વ કરવા લાયક નથી રહ્યા તેમણે રાજીનામું આપી દેવું જોઇએ.
સુનિલ દેવધરે કહ્યું કે, જ્યારે નાશ મનુજ પર છાતા હે, પહલે વિવેક મરજાતા હૈ. સંગત કૌરવો જેવી જ હશે તો સદનમાં મર્યાદાઓ જરૂર તુટશે. સદનમાં નીતીશના વિવાદિત નિવેદન બાદ ભાજપની મહિલા વિધાન પાર્ષદ નિવેદિતા સિંહ રડવા લાગ્યા હતા. તેમણે સદન બહાર પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, નીતીશ કુમારે સદનમાં જે પ્રકારનું નિવેદન આપ્યું છે, તેના કારણે મહિલાઓ શરમજનક સ્થિતિમાં થઇ છે. હું સદનમાં તેમનું પ્રવચન સાંભળવાની હિંમત નહોતી કરી શકી અને બહાર આવી ગઇ. તેમણે બિહાર જ નહી પરંતુ સમગ્ર દેશની મહિલાઓને શરમજનક સ્થિતિમાં મુક્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
जब नाश मनुज पर छाता है, पहले विवेक मर जाता है!
— Sunil Deodhar (@Sunil_Deodhar) November 7, 2023
संगत कौरवों जैसों की होगी…तो सदन में मर्यादाएं टूटेगी ही। #NitishKumar pic.twitter.com/oWvd5Oi80m
ADVERTISEMENT