Nitish Kumar આજે બપોર પછી આપી શકે છે મુખ્યમંત્રી પદેથી રાજીનામું, કોંગ્રેસમાં પણ મોટા ભંગાણની ચર્ચા

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • નીતિશ કુમાર આજે આપી શકે છે રાજીનામું
  • NDAમાં સામેલ થઈ શકે છે નીતિશ કુમાર
  • કોંગ્રેસના ધારાસભ્યો આપી શકે છે સમર્થન

Bihar Political Crisis: બિહારમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નીતિશ કુમાર આજે જ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપીને NDAમાં સામેલ થઈ શકે છે. તો નીતિશ કુમારને આજ રાત સુધીમાં ભાજપનું સમર્થન પત્ર પણ મળી જશે. આવતીકાલે તેઓ સરકાર બનાવવાનો દાવો કરશે, સરકાર બનાવવાની ફોર્મુલા 2020 જેવી જ હશે, જેમાં સ્પીકરનું પદ ભાજપ પાસે રહેશે અને બે નાયબ મુખ્યમંત્રી પણ ભાજપના જ રહેશે.

કોંગ્રેસના ધારાસભ્યો આપી શકે છે સમર્થન

નીતિશ કુમારે ભાજપની સાથે મળીને સરકાર બનાવવાના પ્રયાસો તેજ કર્યા છે. જેમાં કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પણ NDAને સમર્થન આપી શકે છે. આ જ કારણ છે કે નીતિશ કુમારે તેમના તમામ સરકારી કાર્યક્રમો સ્થગિત કરી દીધા છે. નીતિશ કુમારની સાથે કોંગ્રેસના ધારાસભ્યો પણ NDAમાં જોડાશે.

કોંગ્રેસના MLA ભાજપના સંપર્કમાં

સૂત્રોના જણાવ્યા અનુસાર 122ના જાદુઈ આંકડાને પાર કરવા માટે NDA ગઠબંધનને કોંગ્રેસના 10 ધારાસભ્યોનું સમર્થન પણ મળી શકે છે. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના 10થી વધુ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે.

ADVERTISEMENT

શું છે સીટોનું સમીકરણ?

હાલમાં બિહાર વિધાનસભામાં ભાજપ પાસે 78 વિધાનસભા સીટો છે, જ્યારે JDU પાસે 45 ધારાસભ્યો છે. જ્યારે NDAના સહયોગી પક્ષ HAM (Hindustani Awam Morcha) પાસે 4 ધારાસભ્યો છે. જો આપણે આ બધાને ઉમેરીએ તો આંકડો 127 પર આવે છે. જો RJD JDUના કેટલાક ધારાસભ્યોને તોડે છે તો કોંગ્રેસના 10 બળવાખોર ધારાસભ્યો નીતિશ કુમાર અને ભાજપની સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

ભાજપને થશે મોટો ફાયદો

પશુપતિ પારસ, ચિરાગ પાસવાન, ઉપેન્દ્ર કુશવાહ અને જીતન રામ માંઝીને સન્માનજનક સ્થાન મળશે. ભાજપની નજર લવ-કુશ મતો પર પણ છે. કહેવામાં આવી રહ્યું છે કે જો નીતિશ કુમાર અને કુશવાહા સાથે રહેશે તો ચૂંટણીમાં મોટો ફાયદો થશે. 2025ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ગઠબંધનને જોરદાર ફાયદો થવાની અપેક્ષા છે.

ADVERTISEMENT

લાલુ યાદવનો ગેમ પ્લાન બગાડી શકે છે કોંગ્રેસના MLA

તમને જણાવી દઈએ કે, બિહારમાં કોંગ્રેસના 19 ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં જો 10 ધારાસભ્યો NDAમાં જોડાય છે તો RJD ચીફ લાલુ યાદવનો ગેમ પ્લાન બગડી શકે છે. લાલુ યાદવના પુત્ર તેજસ્વી યાદવે કહ્યું છે કે તેઓ આટલી સરળતાાથી નીતિશ કુમારને ફરીથી સરકાર બનાવવા દેશે નહીં.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT