નીતિન ગડકરીને મળી મારી નાખવાની ધમકી, પોલીસે તપાસ શરૂ કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. દિલ્હી પોલીસ આ અંગે તપાસ કરી રહી છે. સોમવારે મોડી સાંજે નીતિન ગડકરીના દિલ્હીના નિવાસસ્થાને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીને સોમવારે સાંજે તેમના દિલ્હીના નિવાસસ્થાને ફોન આવ્યો હતો. અજાણ્યા ફોન દ્વારા તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ કેસમાં દિલ્હી પોલીસે કહ્યું કે મંત્રીના સ્ટાફે પોલીસને નીતિન ગડકરીના ઘરેથી મળેલી જાનથી મારી નાખવાની ધમકીઓ વિશે જાણ કરી હતી. વિગતો ચકાસવામાં આવી રહી છે અને તપાસ ચાલુ છે.

5 મહિનામાં ત્રીજી વખત ધમકી મળી
નીતિન ગડકરીને છેલ્લા 5 મહિનામાં ત્રીજી વખત મારી નાખવાની ધમકી મળી છે. આ પહેલા 14 જાન્યુઆરીએ મહારાષ્ટ્રના નાગપુરમાં નીતિન ગડકરીના જનસંપર્ક કાર્યાલયમાં માફિયા ડોન દાઉદ ઈબ્રાહિમના નામે ફોન કરીને ધમકી મળી હતી. ફોન કરનારે દોઢ કલાકમાં ત્રણ વખત ધમકી આપવા સાથે 100 કરોડની ખંડણી માંગી હતી. નાગપુર પોલીસે કર્ણાટકના બેલાગવીની જેલમાં ધમકી આપનારનો નંબર શોધી કાઢ્યો હતો. ધમકી આપનારનું નામ જયેશ પૂજારી ઉર્ફે જયેશ કાંઠા હોવાનું જણાવાયું હતું.

ADVERTISEMENT

જાણો કોણ છે નીતિન ગડકરી
નીતિન ગડકરી લોકસભામાં નાગપુરનું પ્રતિનિધિત્વ કરે છે એટલે કે નાગપુર મતવિસ્તારના સાંસદ છે. રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર તરીકે તેઓ દેશભરમાં સતત ઝડપી ગતિએ રસ્તાઓનું નેટવર્ક તૈયાર કર્યું છે જેમાં ઘણા એક્સપ્રેસવે, હાઈવે અને ફ્લાયઓવરનો સમાવેશ થાય છે. તેમની રાજકીય કારકિર્દી દરમિયાન તેમણે અનેક ખાનગી ઉદ્યોગો અને કંપનીઓ પણ સ્થાપી છે. નીતિન ગડકરી પોતાના નિવેદનોને લઈ સતત ચર્ચામાં રહે છે.

    follow whatsapp

    ADVERTISEMENT